પોતે જે સ્કૂલમાં ભણેલો એને સોને મઢીને રાજમહેલ જેવી બનાવી દીધી

07 September, 2019 09:56 AM IST  |  રશિયા

પોતે જે સ્કૂલમાં ભણેલો એને સોને મઢીને રાજમહેલ જેવી બનાવી દીધી

સ્કૂલને સોનાથી મઢીને રાજમહેલ બનાવી દીધો

જ્યારે વ્યક્તિ કમાઈને બેપાંદડે થાય ત્યારે તેને પોતાના ગામ, સ્કૂલ અને સમાજ માટે કંઈક કરવાની આપમેળે ઇચ્છા જાગે છે. રશિયાના અબજોપતિ આન્દ્રેઇ સિમાનોવ્સ્કીને પણ આવું જ મન થયું. લક્ઝુરિયસ હોમ એક્સેસરીઝનો બિઝનેસ કરતા આન્દ્રેઇભાઈને પોતે જે સ્કૂલમાં ભણ્યા એનું મેકઓવર કરવાનું મન થઈ આવ્યું. તેઓ યેકાતેરિનબર્ગની સેકન્ડરી હાઈસ્કૂલમાં ભણતા હતા. તેમણે આ સ્કૂલનું મેકઓવર તો કર્યું જ છે, પણ એ માટેનો તમામ ખર્ચ પણ તેમણે જ ઊઠાવ્યો છે. હવે આ સ્કૂલ ૧૯૪૦ના જમાનાના રાજમહેલ જેવો દીસે છે. ફર્શ અને દીવાલો માર્બલની છે અને વચ્ચેના થાંભલાને સોનાથી મઢવામાં આવ્યા છે. અંદર પ્રવેશતાં જ એવું લાગે જાણે જૂના જમાનાના કોઈ મહેલમાં ઊભા હો. આન્દ્રેઇને પહેલેથી જ બહુ અમીર બનવાની ઇચ્છા હતી. તેની ઇચ્છા હતી કે જો તે બહુબધું કમાશે તો પોતાના ઘરને તો ઠીક, આ સ્કૂલને પણ સોને મઢી લેશે. આ સપનું તેણે હવે પૂરું કર્યું છે. સ્કૂલનું મોટા ભાગનું કામ હવે પૂરું થઈ ગયું છે. એમાં લૉબીમાં જે સોનાનાં ઝુમ્મર લગાવવામાં આવ્યાં છે એ પણ ખૂબ એક્સપેન્સિવ છે. આન્દ્રેઇભાઈ સ્કૂલના બિલ્ડિંગ પછી હવે રમતના મેદાન અને જિમને પણ રિનોવેટ કરવા માગે છે.

આ પણ વાંચો : સફેદ રૂની પૂણી જેવાં બતક સાથે બેસીને ‍ચા પીવાની મજા આપે છે આ કૅફે

જોકે કેટલાક લોકો આ રીતે સ્કૂલને મહેલ જેવી બનાવવા બદલ તેમની ટીકા કરી રહ્યા છે જ્યારે સ્કૂલ-મૅનેજમેન્ટને એમ લાગે છે કે આવી સરસ સ્કૂલ હશે તો બાળકોનો અહીં મૂડ સારો રહેશે અને તેઓ ભણવામાં વધુ ધ્યાન આપી શકશે.

russia offbeat news hatke news