આઇફોનને કારણે હું ગે બની ગયો એમ કહીંને ઍપલ પર ઠોક્યો 10 લાખનો દાવો

05 October, 2019 11:14 AM IST  |  રશિયા

આઇફોનને કારણે હું ગે બની ગયો એમ કહીંને ઍપલ પર ઠોક્યો 10 લાખનો દાવો

આઇફોન

રશિયામાં એક વ્યક્તિએ ઍપલ કંપની પર દસ લાખ રૂપિયાનો દાવો ઠોક્યો છે અને એ માટેનું કારણ આપ્યું છે કે આઇફોનને કારણે તે ગે બની ગયો છે. આ પરિવર્તનને કારણે તેને નૈતિક નુકસાન ઉઠાવવું પડ્યું છે. વાત એમ હતી કે તેણે આઇફોન પર એક ઍપ ડાઉનલોડ કરીને બિટકૉઇન્સનો ઑર્ડર આપ્યો હતો. તેને એ ઍપ થકી બિટકૉઇન્સને બદલે 69 ગેકૉઇન્સ મળ્યા. આ ઇન્ટરનેટના માધ્યમથી નાણાકીય ટ્રાન્ઝેક્શનનું યુનિટ છે. સાથે મેસેજ પણ આવ્યો હતો કે અજમાવ્યા વિના જજ ન કરતા. આ ભાઈનું કહેવું છે કે ‘એ વાંચીને મને પણ લાગ્યું કે જ્યાં સુધી કોઈ વાતને અજમાવીએ નહીં ત્યાં સુધી એને જજ કેવી રીતે કરી શકાય? એ જ વિચારથી પ્રેરાઈને મેં સમલૈંગિક સંબંધોને અજમાવવાનું નક્કી કર્યું. હવે અત્યારે મારે એક બૉયફ્રેન્ડ છે.’

આ પણ વાંચો : 10 મિનિટમાં 50 પમ્પકિન પાઇ ઝાપટી ગયાં આ બહેન

ભાઈસાહેબ બૉયફ્રેન્ડ સાથે ખુશ અને સુખી છે, પણ તેને પરેશાની એ છે કે હવે પેરન્ટ્સને આ વિશે કઈ રીતે કહેવું? પરિવારજનોને કહેશે ત્યારે તેમનું રિઍક્શન કેવું હશે? ભાઈનું કહેવું છે કે મારી જિંદગી સાવ જ બદલાઈ ગઈ છે અને હવે કદાચ હું કદી નૉર્મલ નહીં થઈ શકું. ટૂંકમાં ઍપલે તેની સાથે હેરાફેરી કરી અને અનાયાસે સમલૈંગિકતા તરફ ધકેલી દીધો. હવે ભાઈ પોતાના માનસિક અને નૈતિક પરિવર્તન માટે આ કંપનીને જવાબદાર ઠેરવીને ૧ મિલ્યન રુબલ એટલે કે લગભગ ૧૦.૮ લાખ રૂપિયાનું વળતર માગી રહ્યો છે.

russia offbeat news hatke news