રશિયન કપલ બનાવે છે રિયલ માણસ જેવી દેખાતી ઢીંગલીઓ

19 September, 2019 09:51 AM IST  |  રશિયા

રશિયન કપલ બનાવે છે રિયલ માણસ જેવી દેખાતી ઢીંગલીઓ

રશિયન કપલ

ઍનાસ્ટેસિયા અને સેર્જે લ્યુસેન્કો નામનું યુગલ રશિયાના ક્રૅસ્નોયાર્સ્ક શહેરમાં રહે છે અને તેમની પાસે વિશ્વમાં ક્યાંય ન હોય એવું ઉત્તમોત્તમ ઢીંગલીઓનું કલેક્શન છે. હકીકત એ છે કે આ યુગલ ખુદ ઢીંગલીઓ બનાવવામાં માહેર છે. તેઓ એક ઢીંગલીને બનાવવામાં એટલા મહિનાઓની મહેનત લગાવે છે કે જ્યારે એ તૈયાર થાય છે ત્યારે એ એકદમ સાચકલી અને હમણાં બોલી પડશે એવી જીવંત લાગે છે.

આ યુગલે તૈયાર કરેલી ઢીંગલીઓની ઝીણી ચમકદાર આંખો, દરેક રેખાને બારીકીથી તૈયાર કરેલો ચહેરો, કરચલીઓ અને તલ જેવી માઇનર વિગતો એટલી આબેહૂબ રીતે તૈયાર કરવામાં આવી છે કે એ કોઈ મિનિએચર વ્યક્તિ જ હોય એવું લાગે. તેમની ખાસિયત એ છે કે તેમણે તૈયાર કરેલી કોઈ બે ઢીંગલીઓ એકસરખી નથી.

આ પણ વાંચો : 54 કલાકમાં ચાર વાર ઇંગ્લિશ ચૅનલ પાર કરનારી પહેલી મહિલા

તમામ ડૉલ્સ હાથેથી બનાવેલી, હાથે જ પેઇન્ટ કરેલી અને કસ્ટમાઇઝ્ડ કપડાં, એક્સેસરીઝ અને નૅચરલ વાળની વિગ સાથે તૈયાર કરવામાં આવી છે.

russia offbeat news hatke news