ઓડિશા ભાષામાં બોલતા રોબો ભોજન પીરસે છે આ રેસ્ટોરાંમાં

18 October, 2019 10:30 AM IST  |  ઓડિશા

ઓડિશા ભાષામાં બોલતા રોબો ભોજન પીરસે છે આ રેસ્ટોરાંમાં

આ રેસ્ટોરાંમાં રોબો ભોજન પીરસે છે

અત્યાર સુધી ભારતમાં જે પણ રોબો વેઇટર્સ ધરાવતી રેસ્ટોરાં છે એમાં મોટા ભાગે વિદેશી બનાવટના રોબો છે. જોકે ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં મેડ ઇન ઇન્ડિયા રોબો રેસ્ટોરાંમાં લૉન્ચ કરવામાં આવ્યા છે. રોબો શેફ નામની રેસ્ટોરાં હજી બે દિવસ પહેલાં જ ખૂલી છે જેમાં કસ્ટમર્સને ભોજન પીરસવાનું કામ આ બે રોબો દ્વારા થાય છે. જયપુરની એક સ્ટાર્ટઅપ કંપનીએ આ રોબો તૈયાર કર્યાં છે જેનું નામ પણ એકદમ દેશી એટલે ચંપા અને ચમેલી છે.

આ પણ વાંચો: પર્સ ખોવાઈ ગયા પછી બૅન્ક અકાઉન્ટમાં અચાનક પૈસા આવવાનું શરૂ થઈ ગયું

રેસ્ટોરાંના માલિક જીત બાસાને અમેરિકાની ટૂર દરમ્યાન રોબો સર્વિસ શરૂ કરવાનો વિચાર આવેલો. જયપુરમાં તૈયાર થયેલા આ રોબો રડાર દ્વારા સંચાલિત છે. આ રોબો હિન્દી, અંગ્રેજી ભાષા ઉપરાંત ઓડિયા ભાષા પણ સમજી શકે છે અને ઑર્ડર લેવાનું અને જવાબ આપવાનું કામ કરી શકે છે.

odisha offbeat news hatke news