8 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ભાઈને સીટ-બેલ્ટ ન પહેરવા બદલ નોટિસ મળી

17 September, 2019 10:18 AM IST  |  રાજસ્થાન

8 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ભાઈને સીટ-બેલ્ટ ન પહેરવા બદલ નોટિસ મળી

રાજેન્દ્ર કેસરા

અત્યારે દેશભરમાં એવો માહોલ છે કે બાઇક અને કાર લઈને ઘરની બહાર નીકળતાં પહેલાં લોકો ક્યાંક પોલીસની અડફેટે ન ચડી જવાય એની ચિંતામાં હોય છે. જોકે રાજસ્થાનના રાજેન્દ્ર કેસરાના ઘરે તેઓ વધુ સ્પીડમાં કાર ચલાવતી વખતે સીટ-બેલ્ટ ન પહેર્યો હોવાનો મેમો આવ્યો હતો. નવાઈની વાત એ છે કે રાજેન્દ્ર કેસરા તો ૨૦૧૧ના સપ્ટેમ્બર મહિનામાં મૃત્યુ પામી ચૂક્યા છે. રાજસ્થાન ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે આ સાથે રાજેન્દ્ર કેસરાનું ડ્રાઇવિંગ લાઇસન્સ કૅન્સલ કર્યાનો આદેશ પણ આપ્યો હતો.

આ પણ વાંચો : બોટ અને કાર બન્નેમાંથી ફ્લોરિડાના આ ભાઈએ બનાવી છે બોટ-કાર

આમાં રસપ્રદ વાત એ છે કે મૃતકે તેમની જિંદગીમાં ક્યારેય કાર ચલાવી જ નહોતી. તેમની પાસે ટૂ-વ્હીલર જ હતું. તેમના દીકરાનું કહેવું છે કે તેમના પિતા વાસણ વેચતા હતા અને તેમણે માત્ર બાઇક જ ચલાવી છે. એને લીધે લાઇસન્સ કૅન્સલ થવાની નોટિસ જોઈને આખો પરિવાર આશ્ચર્યમાં છે.

rajasthan offbeat news hatke news