કેદીઓની હિંસાત્મક વૃત્તિ ઘટાડવા જેલને ગુલાબી રંગથી રંગી દેવામાં આવી

26 August, 2019 09:49 AM IST  |  સ્વિટ્ઝરલૅન્ડ

કેદીઓની હિંસાત્મક વૃત્તિ ઘટાડવા જેલને ગુલાબી રંગથી રંગી દેવામાં આવી

કેદીઓની હિંસાત્મક વૃત્તિ ઘટાડવા જેલને ગુલાબી રંગથી રંગી દેવામાં આવી

સ્વિટ્ઝરલૅન્ડની કેટલીક જેલોની અંદરની ‌દીવાલોને બેબી પિન્ક રંગથી રંગી દેવામાં આવી છે. એમ કરવાનું કારણ છે ગુલાબી રંગ નમણો અને ફેમિનાઇન હોવાથી કેદીઓનો ગુસ્સો અને હિંસકવૃત્તિ ઓછા થાય છે કે કેમ એ જોવું છે. આ બદલાવ છેલ્લાં કેટલાંક વર્ષોથી યુરાપિયન દેશોમાં આવી રહ્યો છે. એવું મનાય છે કે રંગો વ્યક્તિના મૂડ અને વર્તણૂક પર નોંધનીય અસર કરે છે. લાલ રંગ ભૂખ વધુપડતી ઉઘાડે છે અને એટલે જ રેસ્ટોરાંમાં લાલ રંગના શેડનો ઉપયોગ વધુ થાય છે. બીજી તરફ બ્લુ રંગ ભૂખ દબાવે છે. દરેક રંગ વ્યક્તિના લાગણીતંત્ર પર ગહેરી અસર કરે છે.

આ પણ વાંચો : નીચે નમીને વૉટરફૉલ જોવા જતાં યુવક 200 ફુટ ઊંડે પડ્યો પણ બચાવી લેવાયો

પિન્ક રંગ ખુશી, પ્રેમ અને વહાલ સાથે સંકળાયેલો હોવાથી સ્ત્રીઓનો ગમતો રંગ છે. એ જ કારણોસર સાઇકોલૉજિસ્ટોનું કહેવું છે કે આ રંગ અશાંત, વ્યગ્ર અને ગુસ્સાવાળી વ્યક્તિને શાંત પાડી શકે છે. જોકે જેલોમાં પિન્ક રંગ વપરાવા લાગવાથી બીજી ચર્ચા પણ ઊખળી છે કે તમે પુરુષોમાં પરાણે સ્રૈણ ગુણો પેદા કરવા મથો છો એ ખોટું છે.

switzerland offbeat news hatke news