નીચે નમીને વૉટરફૉલ જોવા જતાં યુવક 200 ફુટ ઊંડે પડ્યો પણ બચાવી લેવાયો

Published: Aug 26, 2019, 09:33 IST | ઔરંગાબાદ

અશોક ભાઉસાહેબ હોલકુંડે મુંબઈથી અજંતા-ઇલોરાની ગુફા ઘુમવા ઔરંગાબાદ ગયો હતો. પહાડી પરથી લપસીને નીચે ૨૦૦ ફુટ ઊંડા કૂંડમાં પડ્યો હતો.

યુવક 200 ફુટ ઊંડે પડ્યો પણ બચાવી લેવાયો
યુવક 200 ફુટ ઊંડે પડ્યો પણ બચાવી લેવાયો

અશોક ભાઉસાહેબ હોલકુંડે મુંબઈથી અજંતા-ઇલોરાની ગુફા ઘુમવા ઔરંગાબાદ ગયો હતો. ત્યાં આવેલા વૉટરફૉલને માણવા તે ખાસ્સો ઊંડે સુધી ગયો હતો અને પહાડી પરથી લપસીને નીચે ૨૦૦ ફુટ ઊંડા કૂંડમાં પડ્યો હતો. જોકે તરત જ સ્થાનિક લોકોએ ત્યાંના બચાવદળને ચોકન્ના કરતાં ફાઇટર્સની ટીમ મચી પડી હતી.

આ પણ વાંચો : બેડની સાથે જ 70 ઇંચની સ્ક્રીનવાળું ટીવી

ઝરણાંમાં એ વખતે ભરપૂર પાણી હતું અને પડનારને તરતાં આવડતું હતું એટલે તે થોડોક સમય એમાં તરતો રહી શક્યો હતો. બીજી તરફ બચાવદળોએ અઢી કલાક મહેનત કરીને તેને કુંડમાંથી બહાર કાઢ્યો હતો. તેને ખાસ ઇજા થઈ હોવાનું જણાયું નથી. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK