1 ગ્રામની માછલીના પેટમાંથી ડૉક્ટરોએ ગાંઠ કાઢી

21 September, 2019 08:56 AM IST  |  ઈંગ્લેન્ડ

1 ગ્રામની માછલીના પેટમાંથી ડૉક્ટરોએ ગાંઠ કાઢી

ગોલ્ડફિશના પેટમાંથી ડૉક્ટરોએ ગાંઠ કાઢી

 

ઇંગ્લૅન્ડના બ્રિસ્ટલમાં આવેલી વેટ્સ વેટરનરી હૉસ્પિટલમાં મોલી પ્રજાતિની ગોલ્ડ ફિશ પર સર્જરી કરવામાં આવી હતી. એ માછલીના પેટમાં ટ્યુમર થયું હતું. એ ટ્યુમર કાઢવા માટે બ્રિટનના નિષ્ણાતોએ ૪૦ મિનિટ સુધી એ ટચૂકડી ગોલ્ડફિશ પર સર્જરી કરી હતી અને એને ટ્યુમરમુક્ત કરી હતી. ગોલ્ડ ફિશના માલિકને આ ફિશ એટલી પ્યારી હતી કે તેનો જીવ બચાવવા માટે તેણે આ કામ કર્યું હતું. માલિક આ ગોલ્ડશિફને તેના પાડોશીએ થોડાક વીક પહેલાં જ ભેટમાં આપી હતી. તેના ઘરના બાઉલમાં તરતી માછલીના પેટમાં ટચૂકડી ગાંઠ જેવો ઉભાર જોવા મળ્યો હતો જે ધીમે-ધીમે રોજ વધતો હતો. એ જોઈને માલિકને ચિંતા થઈ અને તે ડૉક્ટર પાસે લઈ ગયો.

આ પણ વાંચો : આ બહેનને હજીયે પોતાના હોઠ હજી વધુ ભરાવદાર બનાવવા છે

પ્રાણીઓની હૉસ્પિટલમાં પણ પહેલી વાર આટલા ટચુકડા કદના પ્રાણી પર સર્જરી થઈ હતી. આ ગોલ્ડફિશનું વજન માત્ર એક ગ્રામ હતું. આ પહેલાં અહીં કાચિંડા, ગરોળી, દેડકા, સાપ અને મગર જેવા નાના-મોટા તમામ પ્રાણીઓ પર સર્જરીઓ થઈ ચૂકી છે. ડૉક્ટરોએ ફિશના મોંમાં સાધન નાખીને ટ્યુમર બહાર કાઢ્યું હતું.

england offbeat news hatke news