ઓડિશામાં ટ્રાન્સજેન્ડર રાની બની દેશની પહેલી કૅબ-ડ્રાઇવર

08 September, 2019 09:06 AM IST  |  ઓડિશા

ઓડિશામાં ટ્રાન્સજેન્ડર રાની બની દેશની પહેલી કૅબ-ડ્રાઇવર

ઓડિશામાં ટ્રાન્સજેન્ડર રાની બની દેશની પહેલી કૅબ-ડ્રાઇવર

ટ્રાન્સજેન્ડર તરીકે રેલવે સ્ટેશન કે ટ્રાફિક-સિગ્નલ પર પૈસા માગીને જીવન જીવવાને બદલે ઓડિશાના પુરી શહેરમાં રહેતી રાની કિરણ મલ્ટિનૅશનલ ટ્રાન્સપોર્ટ કંપની ઉબરમાં જોડાઈ છે. આ પહેલાં તે રિક્ષા ચલાવવાનું કામ કરતી હતી. એ પછી તેણે પુરી શહેરની રથયાત્રામાં ઍમ્બ્યુલન્સના ડ્રાઇવર તરીકે પણ કામ કર્યું. એમાંથી પૈસા કમાઈને ઇન્ટરવ્યુ પાસ કરીને તેણે પોતાની કાર ખરીદી છે. તે જ્યારે રિક્ષા ચલાવતી હતી ત્યારે સમાજ દ્વારા તેને ખાસ સપોર્ટ નહોતો મળ્યો.

આ પણ વાંચો : ઘરમાં ખોદકામ કરતાં મળ્યો 25 લાખનો ખજાનો, પણ પોલીસે જપ્ત કરી લીધો

લોકો તેની રિક્ષામાં બેસવાનું પસંદ નહોતા કરતા એટલે તેણે રિક્ષા ચલાવવાનું છોડ્યું અને ઍમ્બ્યુલન્સ ચલાવી. હવે તે ઉબરની કૅબ ચલાવે છે અને તેને કસ્ટમર્સ દ્વારા ફાઇવ-સ્ટાર રેટિંગ પણ મળે છે.

odisha offbeat news hatke news