સતત 126 કલાક નૃત્ય કરીને 18 વર્ષની કન્યાએ બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ

07 May, 2019 10:16 AM IST  |  નેપાલ

સતત 126 કલાક નૃત્ય કરીને 18 વર્ષની કન્યાએ બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ

126 કલાક નૃત્ય કરીને 18 વર્ષની કન્યાએ બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ

દુનિયામાં કોઈએ ન કર્યું હોય એવું કારનામું કરી બતાવવાનું સાહસ નવી પેઢીમાં ઠાંસી-ઠાંસીને ભર્યું છે. જો દૃઢ નિશ્ચય હોય તો કંઈ પણ હાંસલ થઈ શકે છે એ વાતનો તાજો દાખલો છે નેપાળની ૧૮ વર્ષની કન્યા બંદના. બાળપણથી જ બંદના નેપાલને ડાન્સ કરવાનું ખૂબ ગમતું હતું. આ ગમવાનું પછી પૅશનમાં પરિણમ્યું અને હવે તેણે સૌથી લાંબા સમય સુધી ડાન્સ કરનાર વ્યક્તિનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કરી લીધો છે. એ માટે તે સતત ૧૨૬ કલાક ડાન્સ કરતી રહી હતી. પૂર્વ નેપાલના ધનકુટા જિલ્લામાં રહેતી બંદનાએ એક જાહેર કાર્યક્રમમાં સળંગ ૧૨૬ કલાક નૃત્ય કર્યું હતું. ગયા અઠવાડિયે તેને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ દ્વારા લૉન્ગેસ્ટ વ્યક્તિગત નૃત્યના વિક્રમ તરીકે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું હતું.

આ પણ વાંચો : આ છે બ્રિટનની સૌથી સેક્સી પ્લમ્બર

બંદનાએ ભારતના કેરળની ડાન્સિંગ ક્વીન તરીકે જાણીતી કલામંડલમ હેમલતાનો ૧૨૩ કલાક અને ૧૫ મિનિટ ડાન્સ કરવાનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો. આ રેકૉર્ડ ૨૦૧૧માં બન્યો હતો. શનિવારે નેપાલના કે. પી. શર્મા ઓલીએ સરકારી આવાસમાં આયોજિત સમારંભમાં ૧૮ વર્ષની બંદનાને નવા રેકૉર્ડ બદલ સન્માનિત કરી હતી.

nepal offbeat news hatke news