આ છે બ્રિટનની સૌથી સેક્સી પ્લમ્બર

Published: May 07, 2019, 09:31 IST | ઇંગ્લૅન્ડ

ઇંગ્લૅન્ડના ક્રીવ ટાઉનમાં રહેતી કાર્લી ગેઇલ નામની યુવતી પ્લમ્બિંગનું કામ કરે છે. ૩૦ વર્ષની વયે પણ તેણે ફિગર એવું મેઇન્ટેન કરી રાખ્યું છે જાણે તે વીસ-બાવીસ વર્ષની યુવતી

સેક્સી પ્લમ્બર
સેક્સી પ્લમ્બર

ઇંગ્લૅન્ડના ક્રીવ ટાઉનમાં રહેતી કાર્લી ગેઇલ નામની યુવતી પ્લમ્બિંગનું કામ કરે છે. ૩૦ વર્ષની વયે પણ તેણે ફિગર એવું મેઇન્ટેન કરી રાખ્યું છે જાણે તે વીસ-બાવીસ વર્ષની યુવતી હોય. કાર્લી બાકાયદા પ્લમ્બિંનું કામ શીખી છે અને એ માટે તે જ્યારે ટ્રેઇનિંગ કૉલેજમાં ભણવા ગયેલી ત્યારે ૨૦૦ જણના ક્લાસમાં બે જ છોકરીઓ હતી. પ્લમ્બિંગના નાના જૉબવર્કને બદલે તેણે એનો બિઝનેસ જ શરૂ કર્યો છે.

જોકે જ્યારે તે કોઈના ઘરે કામ કરવા જાય ત્યારે મોટા ભાગના લોકો તેને પહેલો સવાલ એ પૂછે છે કે ‘પ્લમ્બર ક્યાં છે?’ શરૂઆતમાં કાર્લીએ તેમને કહેવું પડતું કે હું જ પ્લમ્બર છું. હકીકત જાણીને મોટા ભાગના કસ્ટમર્સ તેને પગથી માથા સુધી જોતા રહે છે. જોકે હવે તો તેના ક્લાયન્ટ્સ તેની સુંદરતા અને સ્કિલ્સ બન્ને ઓળખી ગયા છે. મોટા ભાગે મહિલાઓ અને સિનિયર સિટિઝન્સ માટે તે કામ કરે છે. યંગ પુરુષો તેને કામ માટે બોલાવે અને જો કોઈ આડીઅવળી કમેન્ટ કરે તો તેનો પિત્તો છટકી જાય છે.

આ પણ વાંચો : દુનિયાનો સૌથી મોંઘો રિસૉર્ટ, 1 રાતનું ભાડું 70 લાખ રૂપિયા

કાર્લી એક દીકરાની મમ્મી છે અને તેણે પોતાના પપ્પાને પ્લમ્બિંગના કામમાં મદદ કરવા માટે થોડું શીખવાનું શરૂ કરેલું અને એ પછી તેને એમાં એટલો રસ પડવા લાગ્યો કે તેણે આ જ ક્ષેત્રમાં કરીઅર બનાવવાનું નક્કી કરી લીધેલું. હાલમાં આ કન્યાને સોશ્યલ મીડિયામાં બ્રિટનની સેક્સીએસ્ટ પ્લમ્બર તરીકે ખ્યાતિ મળી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK