પોલીસ-સ્ટેશનમાં ઇન્સ્પેક્ટરને વાંદરાએ આપ્યો મસ્ત હેડમસાજ

10 October, 2019 09:58 AM IST  |  ઉત્તર પ્રદેશ

પોલીસ-સ્ટેશનમાં ઇન્સ્પેક્ટરને વાંદરાએ આપ્યો મસ્ત હેડમસાજ

વાંદરાએ પોલીસને આપ્યો મસ્ત હેડમસાજ

ઉત્તર પ્રદેશમાં પોલીસ-સ્ટેશનનો એક વિડિયો આજકાલ ટ્વિટર પર વાઇરલ થયો છે. ઉત્તર પ્રદેશના એડીએલ સુપ્રિન્ટેન્ડન્ટ રાહુલ શ્રીવાસ્તવે આ વિડિયો શેર કર્યો છે જેમાં એક વાંદરો પોલીસ-ઇન્સ્પેક્ટરની પાછળ માથે બેસીને તેના માથામાં કંઈક રહ્યો છે. આ ઘટનાની અચરજ પમાડે એવી વાત એ છે કે વાંદરાની હયાતીથી ઇન્સ્પેક્ટરને કોઈ અસર નથી થઈ. એ તો પોતાનું કામ કરવામાં મગ્ન છે અને વાંદરો પણ કોઈ રોકટોક વિના તેમનું માથું ફેંદી રહ્યો છે. પીલીભીંતના પોલીસ-સ્ટેશનની આ ઘટના છે.

આ પણ વાંચો : ટૅટૂ ન ગમતાં ભાઈએ ચીઝની ખમણીથી આખી ચામડી જ ખોતરી નાખી

જેમાં વાંદરો અને ઇન્સ્પેક્ટર બન્ને એકબીજાથી બહુ કમ્ફર્ટેબલ હોય એવું જણાય છે. સુપ્રિન્ટેન્ડન્ટ રાહુલ શ્રીવાસ્તવે ટ્વીટ સાથે લખ્યું છે, ‘પીલીભીંતના આ ઇન્સ્પેક્ટર સાહેબનો અનુભવ કહે છે કે જો તમે કામમાં કોઈ અડચણ ન આવે એવું ઇચ્છતા હો તો અરીઠા-શિકાકાઈ કે પછી સારો શૅમ્પૂ વાપરો.’

uttar pradesh offbeat news hatke news