પેટમાં અચાનાક મોબાઈલની ઘંટડી વાગવા લાગી.....

27 August, 2019 09:50 AM IST  |  દિલ્હી

પેટમાં અચાનાક મોબાઈલની ઘંટડી વાગવા લાગી.....

તિહાર જેલ

તિહાર જેલમાં બંધ એક કેદીના પેટમાંથી મોબાઇલ મળવાના સમાચારથી જબરું આશ્ચર્ય ફેલાયું છે. વાત એમ હતી કે એક કેદીને કોર્ટમાં પેશ કર્યા પછી ૧૬ ઑગસ્ટે જેલમાં લાવવામાં આવ્યો હતો. જોકે કેદીની ફિઝિકલ તપાસ ચાલી રહી હતી ત્યારે અચાનક મોબાઇલની ઘંટડી વાગવા લાગી. સુરક્ષાદળોએ ચોતરફ જોયું પણ ખબર ન પડી કે ક્યાં અને કોનો ફોન વાગી રહ્યો છે. બહુ ધ્યાનથી સાંભળતા ખબર પડી કે ઘંટડી કેદીના પેટમાં વાગી રહી છે. આ ઘટના તિહાર જેલના ચાર નંબરના સેલમાં ઘટી હતી. કડક પૂછતાછ કરી ત્યારે કેદીએ કબૂલ્યું કે તેણે આંગળી જેવડો નાનો મોબાઇલ અને ચાર્જર ગળી લીધો છે. તાત્કાલિક ડૉક્ટરોની ફોજ બોલાવવામાં આવી. તપાસમાં ડૉક્ટરોએ પણ મોબાઇલ અને ચાર્જરની લીડ અંદર હોવાનું જોયું હતું.

આ પણ વાંચો : બાળકને ફેરવવાની પ્રામ ‍ચોરી કરી, પણ બાળક સ્ટોરમાં ભૂલી ગઈ

ડૉક્ટરોએ પેટમાંથી મોબાઇલ ફોન કાઢ્યો હતો, પરંતુ ચાર્જરની લીડ હજીયે તેના પેટમાં જ છે. જેલમાં આ કેદી પહેલાં પણ ફોન લાવવાની નિષ્ફળ કોશિશો કરી ચૂક્યો છે. આ વખતે ફરીથી કોર્ટમાં પેશ થયો એ વખતે બહારથી મોબાઇલ જેલમાં લાવવાની કોશિશ તેણે કરી હતી.

tihar jail offbeat news hatke news