Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બાળકને ફેરવવાની પ્રામ ‍ચોરી કરી, પણ બાળક સ્ટોરમાં ભૂલી ગઈ

બાળકને ફેરવવાની પ્રામ ‍ચોરી કરી, પણ બાળક સ્ટોરમાં ભૂલી ગઈ

27 August, 2019 09:45 AM IST | ન્યુ જર્સી

બાળકને ફેરવવાની પ્રામ ‍ચોરી કરી, પણ બાળક સ્ટોરમાં ભૂલી ગઈ

બાળકને ફેરવવાની પ્રામ ‍ચોરી કરી

બાળકને ફેરવવાની પ્રામ ‍ચોરી કરી


અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા બામ્બી બેબી નામના બેબી-કેર પ્રોડક્ટ્સ વેચતા સ્ટોરમાં ત્રણ મહિલાઓ હાથચાલાકી કરવા ગઈ, પણ તેમની જ ભૂલને કારણે ચાલાકી પકડાઈ ગઈ. ત્રણ મહિલાઓ એક બાળકને લઈને સ્ટોરમાં ખરીદી કરવાને બહાને અંદર ઘૂસેલી. એ વખતે બે મહિલાઓએ સ્ટોરના કર્મચારીનું ધ્યાન બીજે દોરીને તેમને વ્યસ્ત રાખ્યા હતા અને ત્રીજી મહિલા જાણે કંઈ બન્યું જ નથી એમ બાળકને બેસાડવાની એક પ્રામ લઈને ત્યાંથી ચાલતી થઈ. પેલી મહિલાએ કામ કરી નાખ્યું છે એ જાણીને ઉતાવળે બીજી બે મહિલાઓ પણ ત્યાંથી ઝટપટ નીકળી ગઈ. જોકે ઝટપટ કરવામાં પ્રામ ઉઠાવી જનારી મહિલા પોતાના બાળકને સ્ટોરમાંથી સાથે લઈ જવાનું ભૂલી ગઈ હતી. લગભગ છ મિનિટ પછી એમાંથી એક મહિલા બાળકને લેવા પાછી આવે છે ત્યારે તેમની ચોરી પકડાઈ જાય છે. સ્ટોરના માલિકનું કહેવું છે કે તેમની ચોરી કરવાની પદ્ધતિથી હું હેરાન છું. કોઈ એક પ્રામ ચોરવામાં એટલું મગ્ન થઈ જાય કે પોતાનું જ બાળક ભૂલી જાય એ કેવું?

આ પણ વાંચો : 130 વર્ષના મગરની યાદમાં આ ગામમાં બનશે મંદિર



આ ઘટનાના સીસીટીવી ફુટેજનો વિડિયો સ્ટોરે ફેસબુક અકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. વિડિયો પરથી પોલીસે બે મહિલાઓને પકડી લીધી છે, પણ હજી એક મહિલા હાથ નથી આવી.


Whatsapp-channel Whatsapp-channel

27 August, 2019 09:45 AM IST | ન્યુ જર્સી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK