ડૉક્ટરોએ પગની આંગળી કાપીને નવો અંગૂઠો બનાવી આપ્યો

09 December, 2019 09:27 AM IST  |  Michigan

ડૉક્ટરોએ પગની આંગળી કાપીને નવો અંગૂઠો બનાવી આપ્યો

ડૉક્ટરોએ પગની આંગળી કાપીને નવો અંગૂઠો બનાવી આપ્યો

કોઈને ભેટ આપવી હોય તો ખૂબ વિચારીને ઉપયોગી થાય એવી ભેટ પસંદ કરવામાં આવે છે અને એમાં પણ જો જાતે તૈયાર કરીને ભેટ આપવાની હોય તો જાણે કે ભેટમાં જીવ રેડાઈ જાય. અમેરિકાના મિશિગનમાં આવેલા કાર્સન શહેરમાં રહેતો ઍઇડન ઍડકિન્સ તેની ગર્લફ્રેન્ડને ભેટ આપવા માટે લાકડાની એક વસ્તુ તૈયાર કરી રહ્યો હતો. કરવતથી તે લાકડું કાપી રહ્યો હતો ત્યારે અચાનક તેણે પોતાનો અંગૂઠો જ કાપી નાખ્યો. પહેલી વારમાં તો તેને કપાયેલો અંગૂઠો લાકડાનો ટુકડો છે એમ સમજીને તેણે એ રૂમમાં ઉછાળીને ફેંકી દીધો, પણ પછી ખ્યાલ આવ્યો કે એ ટુકડો તો તેનો અંગૂઠો છે.

ઍઇડન ઍડકિન્સને તરત હૉસ્પિટલ લઈ જવાયો. જો અંગૂઠો મળી જાત તો ડૉક્ટરો સર્જરી કરીને એને પાછો જોડી શકત, પણ પરિવારજનોએ રૂમમાં એની બહુ શોધખોળ કરી જોઈ પણ કપાયેલો અંગૂઠો મળ્યો જ નહીં.

આ પણ વાંચો : માર્કેટમાં આવી નવી સ્કીમ: એક સ્માર્ટફોન પર એક કિલો કાંદા ફ્રી

આપણા રોજનાં કામમાંનાં લગભગ અડધાં કામમાં અંગૂઠો મહત્ત્વનો છે. એમાં પાછું ઍઇડનને નિશાનબાજીનો શોખ પણ હતો. દરેક કામમાં અગવડ પડતી હોવાથી ઍઇડન ઍડકિન્સે લગભગ ચાર મહિના પછી નવો અંગૂઠો બેસાડવાનો નિર્ણય લીધો.
આ માટે ડૉક્ટરોએ તેના પગની અંગૂઠા પછીની પહેલી આંગળી કાપીને હાથના અંગૂઠાને સ્થાને લગાવી દીધી. ૨૦ ઑગસ્ટે યુનિવર્સિટી ઑફ મિશિગન હૉસ્પિટલમાં તેના હાથનો અંગૂઠો જોડવામાં આવ્યો. ઑપરેશન સફળ રહ્યું અને હવે તે સહેલાઈથી તેનો અંગૂઠો વાળીને ફરી ઉઠાવી શકે છે.

michigan offbeat news hatke news