જેલમાં સૉકર મૅચ રમાઈ, પણ એવી લોહિયાળ બની જેમાં 16 જણે જીવ ગુમાવ્યા

08 January, 2020 10:34 AM IST  |  Mexico

જેલમાં સૉકર મૅચ રમાઈ, પણ એવી લોહિયાળ બની જેમાં 16 જણે જીવ ગુમાવ્યા

કેદીઓ

જેલમાં કેદીઓ વચ્ચે ભાઈચારો અને સદ્ભાવના વિકસે એ માટે જાતજાતની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. જોકે મેક્સિકોની જેલોના ખૂનખાર કેદીઓ વચ્ચે તો રમતગમતની પ્રવૃત્તિઓ પણ લોહિયાળ બની જાય છે. આ વર્ષે ૩૧ ડિસેમ્બરે મેક્સિકોની જેલમાં કેદીઓની બે ટીમ વચ્ચે યોજાયેલી ફ્રેન્ડ્લી સૉકર મૅચમાં પણ એવું જ બન્યું. મૅચ દરમ્યાન સામસામા ગોળીબારમાં ૧૬ જણ માર્યા ગયા હતા. મેક્સિકોના ઝકાતેકાસ પ્રાંતની મીડિયમ સિક્યૉરિટી ધરાવતી સિનેગિલાસ જેલમાં ૬ ડ્રગ પેડલર ગૅન્ગ્સના સેંકડો ખૂંખાર અને ખતરનાક કેદીઓ છે.

આ પણ વાંચો : ગગનયાનના અંતરિક્ષયાત્રીઓને ખાવા માટે મળશે મગની દાળનો હલવો, ઇડલી, વેજ રોલ્સ ને પુલાવ

જેલના અધિકારીઓએ વિરોધી ગૅન્ગ્સ વચ્ચે વૈમનસ્ય અને દુશ્મનાવટ ઘટાડવાના ઉદ્દેશથી લૉસ ઝેટાસ અને ગલ્ફ કાર્ટેલ નામની બે ટીમ વચ્ચે સૉકર મૅચ યોજી હતી. એ મૅચે રમખાણનું સ્વરૂપ ધારણ કર્યું અને છરી-ચપ્પુ, હથોડા અને પિસ્તોલ વડે હિંસામાં ૧૬ જણ માર્યા ગયા. સારા ઉદ્દેશથી શરૂ થયેલી એ રમતે એવું રમખાણનું સ્વરૂપ પકડ્યું કે પરિસ્થિતિને ટાઢી પાડતાં જેલના અધિકારીઓને ત્રણ કલાક લાગ્યા હતા.

mexico offbeat news hatke news