Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ગગનયાનના અંતરિક્ષયાત્રીઓને ખાવા માટે મળશે મગની દાળનો હલવો, ઇડલી, પુલાવ

ગગનયાનના અંતરિક્ષયાત્રીઓને ખાવા માટે મળશે મગની દાળનો હલવો, ઇડલી, પુલાવ

08 January, 2020 10:24 AM IST | Russia

ગગનયાનના અંતરિક્ષયાત્રીઓને ખાવા માટે મળશે મગની દાળનો હલવો, ઇડલી, પુલાવ

ફૂડ પૅકેટ

ફૂડ પૅકેટ


ઇસરોના નેક્સ્ટ અંતરિક્ષ મિશન ગગનયાન માટે ચાર ભારતીયો ટૂંક સમયમાં જ ટ્રેઇનિંગ માટે રશિયા જવાના છે. ટ્રેઇનિંગ માટે પસંદગી પામેલા આ ભારતીય વાયુસેનાના પાઇલટ્સ અવકાશયાત્રા દરમ્યાન શું ખાશે એનું મેન્યૂ પણ તૈયાર કરવામાં આવ્યું છે. મૈસુરમાં આવેલી ડિફેન્સ ફૂડ રિસર્ચ લૅબોરેટરીના વૈજ્ઞાનિકોએ ખાસ ટેક્નિકથી બાવીસ પ્રકારની ખાણીપીણીનો સામાન તૈયાર કરવા કમર કસી છે. તેમના ફૂડ-મેન્યૂમાં એગ રોલ્સ, વેજ રોલ્સ, ઈડલી, મગની દાળનો હલવો અને વેજ પુલાવ જેવી ચીજો આપવામાં આવશે. ગગનયાત્રીઓ તેમની સાથે પાણી અને જૂસ પણ લઈ જઈ શકશે. ગગનયાનમાં ખાવાનું ગરમ કરવા માટે હીટર પણ અવેલેબલ હશે અને અહીં ગુરુત્વાકર્ષણ પણ ખૂબ ઓછું હોવાથી ખાસ પ્રકારનાં વાસણ પણ તૈયાર કરવામાં આવશે જેમાં યાત્રીઓ ભોજન રાખી શકે. 

આ બધી ચીજો લઈ જતાં પહેલાં અંતરિક્ષયાત્રીઓને એ ચખાડવામાં આવશે અને તેમની પસંદગીના આધારે નક્કી થશે કે એમાંથી કઈ ચીજો તેમની સાથે મોકલવી. ઍસ્ટ્રોનૉટ્સ માટે વેજિટેરિયન અને નૉન-વેજિટેરિયન એમ બન્ને પ્રકારનાં વ્યંજનો તૈયાર કરવામાં આવ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

08 January, 2020 10:24 AM IST | Russia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK