આ છે પૉન્ડમૅનઃ જૉબ છોડીને આ ભાઈએ 12 તળાવોને સિકલ બદલી નાખી

23 July, 2019 11:19 AM IST  |  નોએડા

આ છે પૉન્ડમૅનઃ જૉબ છોડીને આ ભાઈએ 12 તળાવોને સિકલ બદલી નાખી

આ છે પૉન્ડમૅન

ભૂજળનું સ્તર વધુને વધુ ઊંડું થતું જાય છે ત્યારે એ માટે કંઈક કરવાની ખેવના સાથે ગ્રેટર નોએડાના રામવીર તંવર નામના એન્જિનિયરે પોતાની નોકરી છોડીને તળાવોને પુનર્જિવિત કરવામાં જાતને જોતરી દીધી છે. તે મલ્ટિનૅશનલ કંપનીમાં ઊંચા પગારની નોકરી કરતો હતો પણ મરી રહેલા તળાવો માટે કંઈક કરવા તેણે એ છોડી દીધી. તે વારાફરતી એક પછી એક તળાવોની સફાઈ કરે છે અને એને ફરીથી પુનર્જીવિત કરવા માટેનું અભિયાન હાથ ધર્યું છે.

હાલમાં તે દિલ્હીની ભલસ્વા ઝીલ પર કામ કરી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે સેલ્ફી વિથ ધ પૉન્ડ અભિયાન દ્વારા ૧૮૦૦થી વધુ લોકોને જોડ્યા છે. ૨૦૧૭માં શરૂ કરેલા આ અભિયાનમાં તેને અમેરિકા, કૅનેડા અને ઇન્ડોનેશિયાથી પણ ઘણો સપોર્ટ મળ્યો છે. રામવીરના કહેવા મુજબ કોઈ તળાવની સફાઈ કરીને એને પુનઃર્જીવન આપવું સહેલું છે, પણ એને એમ જ જાળવવું બહુ અઘરું છે. એટલે તળાવને સાફ કરતાં પહેલાં રામવીરભાઈ જે-તે વિસ્તારમાં એક વીક સુધી ચોપાલ લગાવીને બેસે છે અને બધાને સમજાવે છે.

આ પણ વાંચો : 1300 ફુટ ઊંચે લોખંડના સળિયા પર હૅન્ડસ્ટૅન્ડ કરીને ઊજવ્યો 40મો જન્મદિવસ

અત્યાર સુધીમાં બાર તળાવોને પુનર્જીવિત કરી ચૂકેલા રામવીરને યુનાઇટેડ નેશન્સ તરફથી રેક્સ કર્મવીર ગ્લોબલ ફેલોશિપ અવૉર્ડ નવેમ્બર મહિનામાં આપશે. પૅડમૅનની જેમ પૉન્ડમૅન તરીકે ઓળખાતા રામવીર પર કૅનેડાના એક ડિરેક્ટર શૉર્ટ ડૉક્યુમેન્ટરી પણ બનાવવાના છે.

noida offbeat news hatke news