Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > 1300 ફુટ ઊંચે લોખંડના સળિયા પર હૅન્ડસ્ટૅન્ડ કરીને ઊજવ્યો 40મો જન્મદિવસ

1300 ફુટ ઊંચે લોખંડના સળિયા પર હૅન્ડસ્ટૅન્ડ કરીને ઊજવ્યો 40મો જન્મદિવસ

23 July, 2019 09:55 AM IST | નોર્વે

1300 ફુટ ઊંચે લોખંડના સળિયા પર હૅન્ડસ્ટૅન્ડ કરીને ઊજવ્યો 40મો જન્મદિવસ

1300 ફુટ ઊંચે લોખંડના સળિયા પર હૅન્ડસ્ટૅન્ડ કરીને ઊજવ્યો 40મો જન્મદિવસ

1300 ફુટ ઊંચે લોખંડના સળિયા પર હૅન્ડસ્ટૅન્ડ કરીને ઊજવ્યો 40મો જન્મદિવસ


જે ઊંચાઈ પરથી જસ્ટ નીચે જોતાં પણ થથરી જવાય ત્યાં ચડીને કોઈ ઊલટા માથે હાથ પર ઊભું રહે તો એને શું કહેવું? જો સ્ટન્ટ સફળ થાય તો જાંબાઝ કહેવાય અને ભૂલ થાય તો મૂરખ. તાજેતરમાં એસ્કિલ રોનિન્ગ્સબાકેન ભાઈએ નૉર્વેના ૧૩૦૦ ફુટ ઊંચા પીક પર ચડીને લોખંડના બે સળિયા પર ઊંધા માથે ઊભા રહેવાનું સાહસ કર્યું હતું.

વાત એમ હતી કે એસ્કિલભાઈ પોતાનો જન્મદિવસ કંઈક હટકે રીતે ઊજવવા માગતા હતા. આવો અળવીતરો વિચાર સ્વાભાવિકપણે વીસીમાં અને યુવાનીમાં આવે. જોકે એસ્કિલભાઈનો તો ૪૦મો જન્મદિવસ હતો અને છતાં તેમની રગરગમાં સાહસ કરવાની ઇચ્છા તરવરતી હતી. તેણે આ માટે નૉર્વેના ઍન્ડલ્સ્નેસ માઉન્ટન પાસેના અદભુત વ્યુપૉઇન્ટ ધરાવતી જગ્યાએ લોખંડની સીડી મૂકી.



આ પણ વાંચો : ૩૦,૦૦૦ પંખીઓ માટે ૧૯૨ કરોડ રૂપિયાના ખર્ચે બન્યું બે કિલોમીટર લાંબું નૉઇસ બેરિયર


એની પર પણ ખાસ્સા ફૂટ ઊંચાં લોખંડના બે સળિયા પર ચડીને તેણે હાથ પર આખું શરીર બૅલૅન્સ કરીને ઊંધું કર્યું. આ સાહસનો અલગ-અલગ ઍન્ગલથી વિડિયો પણ લેવાયો અને તસવીરો પણ. સ્ટન્ટ સફળ થયો અને એસ્કિનની ડૅરિંગના ચોમેર વખાણ પણ થયા. જોકે અહીં કહી દઈએ કે એસ્કિન બાળપણથી જ એક પ્રોફેશનલ બૅલૅન્સ પર્ફોર્મર રહ્યો છે એટલે નવાસવા લોકોએ આવું સાહસ કરતાં બે વાર અચૂક વિચારવું.


Whatsapp-channel Whatsapp-channel

23 July, 2019 09:55 AM IST | નોર્વે

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK