ઘેટાંના બદલામાં પત્નીને વેચી દીધી, ને ઘેટાં નીકળ્યા ચોરીના

20 August, 2019 09:21 AM IST  |  ગોરખપુર

ઘેટાંના બદલામાં પત્નીને વેચી દીધી, ને ઘેટાં નીકળ્યા ચોરીના

ઘેટાંના બદલામાં પત્નીને વેચી દીધી, ને ઘેંટા નીકળ્યા ચોરીના

ગોરખપુરના ખોરાબાદ વિસ્તારમાં અજીબોગરીબ ઘટના ઘટી. વાત એમ હતી કે એક પરણિત મહિલા તેના પ્રેમી ઉમેશ સાથે જતી રહી હતી. જ્યારે તેનો પતિ રાજેશ પંચાયતમાં ફરિયાદ કરવો ગયો ત્યારે પંચાયતે બન્ને પક્ષોને બેસાડીને મામલો નિપટાવ્યો કે જો પત્નીને પતિને બદલે પ્રેમી સાથે રહેવું હોય તો તેના પ્રેમીએ તેને પત્નીના બદલામાં ૭૧ ઘેટાં આપવા.

ઉમેશ ઘેટાં આપીને પોતાની પ્રેમિકા જે રાજેશની પત્ની હતી એને લઈને ચાલતો થયો. જોકે જે ઘેટાં પતિ પાસે પહોંચ્યા હતા એ તો ચોરીના નીકળ્યા. પોલીસની ટોળી આ ઘેટાંને શોધતી આવી અને રાજેશ પાસે આ કાફલો જોઈને તેને જ ચોર માની બેઠી. રાજેશ ફરીથી પંચાયત પાસે ગયો અને આ તો તેને પોતાની પત્નીના બદલામાં મળ્યા છે એ વાત પોલીસ પાસે સાબિત કરી.

આ પણ વાંચો : ગૂગલ પર ભિખારી શબ્દ ટાઇપ કરો તો ઇમરાન ખાનની તસવીરો આવે છે !

જોકે પોલીસે પંચાયતના પત્નીના બદલામાં ઘેટાં આપવાના ચુકાદાને જ ખારીજ કરી દીધો અને ચોરીના ઘેટાં લઈને તેના અસલી માલિકને સોંપી દીધા. આ ઘટના બની છે ત્યારથી રાજેશની પત્ની તેના પ્રેમી ઉમેશ સાથે ક્યાંક ગાયબ થઈ ગઈ છે. અત્યારે તો પતિએ પત્ની પર ખોઈ અને ઘેટાં પણ. 

uttar pradesh gorakhpur offbeat news hatke news