ઘરમાં ખોદકામ કરતાં મળ્યો 25 લાખનો ખજાનો, પણ પોલીસે જપ્ત કરી લીધો

08 September, 2019 09:00 AM IST  |  ઉત્તર પ્રદેશ

ઘરમાં ખોદકામ કરતાં મળ્યો 25 લાખનો ખજાનો, પણ પોલીસે જપ્ત કરી લીધો

જપ્ત કરાયેલો ખજાનો

ઉત્તર પ્રદેશના હરદોઈમાં એક ભાઈએ ઘરમાં રિનોવેશનનું કામ શરૂ કરતાં ખોદકામ કર્યું હતું. એ વખતે તેમને જમીનમાંથી દાટેલો સોના-ચાંદીનો ખજાનો હાથ લાગ્યો હતો. એમાં ૬૫૦ ગ્રામ સોના ઘરેણાં અને ૪.૫૦ કિલો ચાંદીના સિક્કા હતા. જેને આ ખજાનો મળ્યો હતો તેમણે તો આ વાત ખાનગી રાખવાની ઘણી કોશિશ કરી, પણ આસપાસના લોકોને ખબર પડી જતાં સમાચાર ગામમાં વાયુવેગે ફેલાઈ ગયા. ખજાનો મળ્યો હોવાની વાત જાણીને સ્થાનિક પોલીસે તેના ઘરે પૂછતાછ કરી.

શરૂઆતમાં તો તેમણે આવું કંઈ નથી મળ્યું એમ કહીને વાત ટાળી દીધી, પણ પાછળથી એનો સ્વીકાર કરી લીધો હતો. પોલીસે જપ્ત કરેલા સામાનમાં ૧૦૦ વર્ષથી જૂના સોનાના ઘરેણાં, સિક્કા અને ચાંદીના બાટ મળ્યા હતા જેની હાલની અંદાજિત કિંમત લગભગ ૨૫ લાખ રૂપિયા જેટલી છે.

આ પણ વાંચો : તોડફોડ પણ સંભાળીને કરવામાં આવે તો આર્ટ બની જાય

ભારતના ટ્રેઝર ઍક્ટની કલમ હેઠળ કોઈને પણ જૂનો ખજાનો મળે તેને ડિસ્ટ્રિક્ટ રેવન્યૂ ઑફિસરને જાણ કરવી જરૂરી છે. ખજાનો જેને મળ્યો છે તે વ્યક્તિની પોલીસ ઑફિસર દ્વારા પૂછતાછ અને તપાસ પણ થઈ શકે છે. જો એમાં તેમને લાગે કે આ ખજાના પર બીજા કોઈનો હક નથી તો તે વ્યક્તિ ખજાનાનો મા‌લિક બની શકે છે.

uttar pradesh offbeat news hatke news