ગણેશ વિસર્જનમાં નાગીન ડાન્સ કરતાં યુવક મૃત્યુ પામ્યો

15 September, 2019 09:24 AM IST  |  મધ્ય પ્રદેશ

ગણેશ વિસર્જનમાં નાગીન ડાન્સ કરતાં યુવક મૃત્યુ પામ્યો

ગણેશ વિસર્જનમાં નાગીન ડાન્સ કરતાં યુવક મૃત્યુ પામ્યો

કોઈ પણ સેલિબ્રેશન હોય, ભારતમાં કેટલાક લોકોને નાગિન ડાન્સ વિના મજા નથી આવતી. ગણેશ વિસર્જન દરમ્યાન પણ એવી જ એક ઘટનામાં મસ્તી અને મોજનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. મધ્ય પ્રદેશના સિવની જિલ્લાના કટિયા ગામમાં ગણેશ વિસર્જન દરમ્યાન લોકો નાચગાનમાં વ્યસ્ત હતા. પંડાલમાં ડીજે પર નાગિન ધૂન વાગી રહી હતી. એક યુવક સાડી પહેરીને સ્ટેજ પર ડાન્સ કરવા લાગ્યો. એ જ વખતે ગુરુચરણ ઠાકુર નામનો યુવક મદારી બનીને રૂમાલ લઈને જાણે પીપૂડી વગાડતો હોય એમ ડાન્સમાં જોડાઈ ગયો. જોકે ડાન્સ કરતાં-કરતાં ગુરુચરણ અચાનક બૅલૅન્સ ગુમાવીને માથાભેર નીચે પડ્યો. એ પડ્યો એ પડ્યો પછી ઊઠ્યો જ નહીં. પહેલાં તો લાગ્યું કે તે એમ જ પડ્યો છે, પણ જ્યારે તે હલ્યો નહીં ત્યારે દોસ્તોએ તેને ઉઠાડવાની કોશિશ કરી તો સાવ બેહોશ હતો.

આ પણ વાંચો : વરસાદ ખમૈયા કરે એ માટે દેડકા-દેડકીનાં ડિવૉર્સ કરાવાયા

ગણેશ-વિસર્જનનો ઉત્સવ માતમમાં બદલાઈ ગયો. તરત તેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો. ગુરુચરણના લગ્ન થઈ ગયા છે અને તેને બે સંતાનો છે. દોઢ વર્ષ પહેલાં રોડ ઍક્સિડન્ટમાં તેને માથામાં ઇજા થઈ હતી, પણ એ પછી તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો હતો. ડૉક્ટરોનું કહેવું છે કે બ્રેઇન હૅમરેજને કારણે તેનું મૃત્યુ થયું હશે. 

madhya pradesh offbeat news hatke news