રોજનાં 6 એનર્જી ડ્રિન્ક્સ પીનારા ભાઈની જીભ ઓગળવા લાગી

30 March, 2019 11:32 AM IST  | 

રોજનાં 6 એનર્જી ડ્રિન્ક્સ પીનારા ભાઈની જીભ ઓગળવા લાગી

આ ભાઈ છ કૅન ભરીને એનર્જી ડ્રિક્સ ગટગટાવી જાય છે

મૂળ ઑસ્ટ્રેલિયન પણ હાલમાં એશિયન દેશમાં રહેતા ડૅન રૉયલ્સ નામના એક ટીચરે પોતાના ફેસબુક અકાઉન્ટ પર પોતાની તસવીરો પોસ્ટ કરીને બીજાને ચેતવણી આપી છે. વાત એમ છે કે ભાઈસાહેબને ખૂબ જ એનર્જી ડ્રિન્ક્સ પીવાની આદત હતી. છેલ્લા કેટલાય સમયથી તે રોજનાં ઓછામાં ઓછાં છ કૅન ભરીને એનર્જી ડ્રિક્સ ગટગટાવી જતો હતો. પોતાની આ આદતને કારણે તેની જીભ પરની ઉપરની પરત ઘસાવા લાગી છે અને એમાંની ચામડી અને માંસ ખવાઈ રહ્યાં છે. ડૅનનું કહેવું છે તેની આ હાલત એનર્જી ડ્રિન્ક્સને કારણે જ થઈ છે અને પોતાના જેવા હાલ બીજાએ ન કરવા હોય તો એનર્જી ડ્રિન્ક્સનું વળગણ બને એટલું વહેલું છોડી દેવું જોઈએ એવું તેનું કહેવું છે. ડૅનને સ્મોકિંગની આદત પણ છે, પરંતુ સ્મોકિંગને કારણે તેને જીભમાં કદી કોઈ સમસ્યા નહોતી વર્તાઈ.

આ પણ વાંચો : આ બહેને એક બાળકને જન્મ આપ્યો અને 26 દિવસ પછી બીજાં બે બાળકોને જન્મ આપ્યો

જ્યારથી એનર્જી ડ્રિન્ક્સનો મારો વધી ગયો છે ત્યારથી તેના દાંત નબળા પડી ગયા છે અને જીભનું માંસ ખવાઈ રહ્યું છે. અનુભવે સમજ્યા પછી ડૅને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા થયેલાં સંશોધનોના આંકડા પણ પોતાની પોસ્ટમાં ટાંક્યા છે અને એનર્જી ડ્રિન્ક્સ હાડકાં, દાંત, ઓરલ હેલ્થ અને હૃદય માટે પણ કેટલાં ખતરનાક છે એ વહેલી તકે સમજી લેવાની હિમાયત કરી છે.

offbeat news hatke news