બ્રેકફાસ્ટમાં 4000 કૅલરીવાળી 65 ચીજો આ ભાઈ 12 મિનિટમાં જ ચટ કરી ગયા

17 July, 2019 09:53 AM IST  |  ઇંગ્લૅન્ડ

બ્રેકફાસ્ટમાં 4000 કૅલરીવાળી 65 ચીજો આ ભાઈ 12 મિનિટમાં જ ચટ કરી ગયા

4000 કૅલરીવાળી 65 ચીજો આ ભાઈ 12 મિનિટમાં જ ખાઈ ગયા

ઇંગ્લૅન્ડના નૉટિંગહૅમશરમાં શેફર્ડ્‍સ ‍પ્લેસ ફાર્મ નામની રેસ્ટોરાંમાં ટ્રેડિશનલ ઇંગ્લિશ આઇટમોનો જાયન્ટ રસથાળ તૈયાર કરવામાં આવ્યો છે. થોડાં વર્ષો પહેલાં ટર્મિનેટર-વન નામની એક ડિશ તૈયાર કરવામાં આવી હતી જે રેકૉર્ડબ્રેક ટાઇમમાં ઝાપટી જવાની ચૅલેન્જ આપવામાં આવેલી. આ વખતે રેસ્ટોરાંએ ટર્મિનેટર-ટૂ નામની બ્રેકફાસ્ટ ડિશ તૈયાર કરી છે. એમાં બ્રેડ, ઈંડાં, સૉસેજિસ, બેક્ડ બીન્સ, ટોસ્ટ મળી કુલ ૬૫ આઇટમો મેળવીને એક ખાસ બ્રેકફાસ્ટ ડિશ તૈયાર કરવામાં આવી છે.

બીઅર્ડ મીટ્સ ફૂડ નામની યુટ્યુબ ચૅનલ ચલાવતા ઍડમ મોરેને તાજેતરમાં આ ચૅલેન્જને રેકૉર્ડબ્રેક ટાઇમમાં ટર્મિનેટ કરી દીધી હતી. કૉમ્પિટિટિવ ઈટિંગનો શોખીન ઍડમ નૉટિંગહૅમશરમાં ફરી રહ્યો હતો ત્યારે તેને થયું કે લાવને પોતાના વ્યુઅર્સને ટર્મિનેટર-ટૂ ચૅલેન્જ કેવી છે એનો ચિતાર આપતો વિડિયો બનાવે. ૧૨૦૦ રૂપિયાની આ ડિશમાં પાંચ પ્લેટમાં ૬૫ આઇટમો પીરસાઈને આવે છે.

આ પણ વાંચો : આ રેસ્ટોરાંમાં તમારું પોતાનું ટેબલ લઈને આવો અને ફ્રીમાં જમો

વિડિયો-રેકૉર્ડિંગ ઑન કરીને તેણે એક પછી એક થાળી સફાચટ કરવાનું શરૂ કરી દીધું અને જસ્ટ ૧૨ મિનિટમાં તે એ તમામ ૬૫ આઇટમો ઓહિયાં કરી ગયો. આ ડિશની કુલ કૅલરી ૪૦૦૦ હતી. સામાન્ય રીતે એક વ્ય‌ક્તિ દિવસનાં ત્રણ ભોજનમાં વધુમાં વધુ ૧૩૦૦થી ૧૫૦૦ કૅલરી ખાય છે, જ્યારે આ ભાઈ અઢી દિવસનો કુલ ખોરાક માત્ર ૧૨ મિનિટમાં સફાચટ કરી ગયા.

england offbeat news hatke news