કરડે એવી ભાજી ખાવાની સ્પર્ધામાં 72 વર્ષના દાદા 58 ફુટ ભાજી ઝાપટી ગયા

31 July, 2019 08:48 AM IST  |  બ્રિટન

કરડે એવી ભાજી ખાવાની સ્પર્ધામાં 72 વર્ષના દાદા 58 ફુટ ભાજી ઝાપટી ગયા

બ્રિટનમાં દર વર્ષે વર્લ્ડ સ્ટિન્ગિંગ નેટલ ચૅમ્પિયનશિપ યોજાય છે. આ સ્પર્ધામાં નેટલ એટલે કે કવચ તરીકે જાણીતી ગળામાં કરડે એવી વનસ્પતિ ખાવાની હોય છે. જે વ્યક્તિ એક કલાકમાં સૌથી વધુ આ વનસ્પતિનાં પાંદડાં ખાઈ જાય એ વિજેતા બને. આ માટે બે-બે ફૂટના કટકા કરીને તૈયાર રાખવામાં આવેલા હોય છે.

આ વનસ્પતિ મોંમાં જતાં જ કરડતી હોવાથી એને ગળામાં ઉતારવી મુશ્કેલ હોય છે. જોકે સ્પર્ધકો એને અંદર ઉતારવા માટે સાથે પાણી, પેર અને ઍપલ સિડરનો જૂસ કે અન્ય ચીજો ગટગટાવી શકે છે. આ વર્ષે પુરુષોની કૅટેગરીમાં ૭૧ વર્ષના ટૉની જેયસ એક કલાકમાં બે ફુટની ૨૯ ડાળખીઓ એટલે કે ૫૮ ફુટ ભાજી ઝાપટીને ચૅમ્પિયન બન્યા હતા.

આ પણ વાંચો : બાલ્કનીમાં લટકતા ૩ વર્ષના બાળકને પાડોશીઓએ ચાદરમાં ઝીલીને બચાવી લીધું

બીજી તરફ મહિલાઓની કૅટેગરીમાં ૬૭ વર્ષનાં લિન્ડી રોજર્સે ૨૩ ડાળખીઓ ખાધી હતી. છેલ્લાં ત્રણ વર્ષથી ૫૦-૫૨ ડાળખીઓ ખાવાનો રેકૉર્ડ ધરાવતા ફિલ થ્રોમે આ વખતે ભાગ લીધો ન હોવાથી નવા ચૅમ્પિયનને મોકો મળ્યો હતો.

offbeat news hatke news