આ ટીનેજર પોતાના ભાઈને સ્કૂલમાં લેવા જતી વખતે ફૅન્સી કૉસ્ચ્યુમ પહેરે છે

17 September, 2019 09:39 AM IST  |  અમેરિકા

આ ટીનેજર પોતાના ભાઈને સ્કૂલમાં લેવા જતી વખતે ફૅન્સી કૉસ્ચ્યુમ પહેરે છે

આ ટીનેજર પોતાના ભાઈને સ્કૂલમાં લેવા જતી વખતે ફૅન્સી કૉસ્ચ્યુમ પહેરે છે

અમેરિકાના લ્યુસિઆનામાં રહેતો ૧૭ વર્ષનો નોહ ટિંગલ તેના નાના ભાઈ મૅક્સને રોજ ફની કૉસ્ચ્યુમ પહેરીને સ્કૂલથી આવતી બસમાં લેવા જાય છે. તે બપોર પડે અને મૅક્સનો આવવાનો સમય થાય ત્યારે ઘરની બહાર એકદમ ફની કપડાં પહેરીને રાહ જોતો ઊભો રહી જાય છે.

તેનો ૧૨ વર્ષનો ભાઈ પણ રોજ તેને અળવીતરાં કપડાંમાં જોઈને ખુશ થઈ જાય છે. નોહે હવે તો ફેસબુક પર એક અલગ પેજ શરૂ કર્યું છે જેનું નામ છે ધ બસ બ્રધર્સ. જ્યારથી આ વર્ષે સ્કૂલની શરૂઆત થઈ છે ત્યારથી નોહ અને માર્ક્સની વચ્ચે આ સિલસિલો ચાલુ છે.

અત્યાર સુધીમાં તે ગોરીલા, સૅન્ટા ક્લૉઝ, ‌રીંછ, કાર્ટૂન કૅરૅક્ટર્સ અને ફુટબૉલરના વેશમાં સરપ્રાઇઝ આપી ચૂક્યો છે. પહેલા એક-બે દિવસ મૅક્સને બહુ વિચિત્ર લાગેલું કે આ તેને કોણ લેવા આવ્યું? જોકે એ પછી તો હવે તેને રોજ ઇન્તેજારી હોય છે કે આજે ભાઈ કયા કૉસ્ચ્યુમમાં હશે.

આ પણ વાંચો : લાંબુંચોડું વીજળીનું બિલ જોઈને પંચાયતે જાતે જ વીજળી પેદા કરવાનું શરૂ કરી દીધું

તેની સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓ અને બસનો ડ્રાઇવર સુધ્ધાં હવે નોહના નવા લુકની રાહ જુએ છે.

louisiana offbeat news hatke news