આ રેસ્ટોરાંમાં તમારું પોતાનું ટેબલ લઈને આવો અને ફ્રીમાં જમો

17 July, 2019 09:44 AM IST  |  લંડન

આ રેસ્ટોરાંમાં તમારું પોતાનું ટેબલ લઈને આવો અને ફ્રીમાં જમો

તમારું પોતાનું ટેબલ લઈને આવો અને ફ્રીમાં જમો

સામાન્ય રીતે મોટા અને જાણીતા શેફની રેસ્ટોરાં હોય તો ત્યાં પહેલેથી ટેબલ બુક કરાવી રાખવાની પ્રથા હોય છે. જોકે જાણીતા ઇટાલિયન શેફ જેનેરો કોન્ટેલોએ થોડાક દિવસ પહેલાં લંડનમાં એક અનોખું પૉપ-અપ રેસ્ટોરાં ખોલ્યું હતું. આ રેસ્ટોરાંનું નામ હતું ટ્રેટોરિયા બિરા મોરેટી. આ ઇટાલિયન શબ્દનો અંગ્રેજી અનુવાદ થાય બ્રિન્ગ યૉર ઓન ટેબલ. જેનેરો કોન્ટેલોના હાથનું બનેલું ખાવું એ ફૂડરસિયાઓ માટે બહુ મોટા અવસર સમાન કહેવાય છે ત્યારે ભાઈસાહેબે લોકોને આ પૉપ-અપ રેસ્ટોરાંમાં ફ્રીમાં ખાવાનું આમંત્રણ આપેલું. એમાં કૅચ એક જ હતો કે મહેમાનોએ પોતાનું ટેબલ સાથે ઉપાડીને લાવવાનું.

આ રેસ્ટોરાંમાં એક વિશાળ ખાલી રૂમ અને કિચન એમ બે જ ચીજો હતી. મહેમાનોએ ફોલ્ડિંગ અને જેટલા મહેમાન હોય એટલાને જ એડજસ્ટ કરતું ટેબલ પોતાની સાથે લઈ આવવાનું. પહેલી નજરે અત્યંત વિચિત્ર લાગતી આ વાત સાંભળીને આપણને થાય કે થાળી-વાટકી કહે તો હજીયે સમજાય, પણ કોઈ પોતાનું ટેબલ લઈને થોડું ખાવા જતું હશે? નવાઈની વાત એ છે કે આ પૉપ-અપ રેસ્ટોરાંમાં ખાવા માટે લિટરલી લોકો લાઈન લગાવીને ઊભા થયેલા. કોઈ પ્લાસ્ટિકનું તો કોઈ આઇકિયાનું લાકડા અને ધાતુનું ફોલ્ડેબલ ટેબલ અને ખુરસી લઈને આવ્યા હતા.

આ પણ વાંચો : હવે પંચાત કરવી પડશે ભારે, થશે દંડ, વાળવો પડશે કચરો !!

આ રેસ્ટોરાંમાં જે લોકો પોતાનું ટેબલ લઈને આવ્યા તેમને ફ્રીમાં સિક્સ-કોર્સ ‌મીલ ખવડાવવામાં આવ્યું હતું. આ પૉપ-અપ રેસ્ટોરાં એક વીક માટે જ હોવાથી હવે એ સમેટાઈ ગઈ છે, પણ જેનેરોને ફરીથી આવા કૉન્સેપ્ટ સાથે પોતાના શહેરમાં રેસ્ટોરાં ખોલવાની ઘણી ઑફરો મળવા લાગી છે.

london offbeat news hatke news