ચાર્જિંગમાં મૂકેલો સ્માર્ટફોન ફાટતાં 14 વર્ષની ટીનેજરનો જીવ ગયો

02 October, 2019 09:29 AM IST  |  કઝાખસ્તાન

ચાર્જિંગમાં મૂકેલો સ્માર્ટફોન ફાટતાં 14 વર્ષની ટીનેજરનો જીવ ગયો

સ્માર્ટફોન ફાટતાં 14 વર્ષની ટીનેજરનો જીવ ગયો

પથારીમાં સાથે ફોન લઈને સૂવાની આદત કેટલી જોખમી છે એ કઝાખસ્તાનમાં બનેલી આ ઘટનાથી સમજી શકાય એમ છે. બેસ્ટોબ ગામમાં રહેતી અલુઆ અબ્ઝાલબેક નામની ૧૪ વર્ષની કન્યા રાતે ગીતો સાંભળતાં-સાંભળતાં સૂવાની આદત ધરાવતી હતી. તે રાતે ગીતો સાંભળવા માટે ફોન પથારીમાં લઈને સૂતી હતી અને બીજા દિવસે સવારે તેના પરિવારજનોને મૃત અવસ્થામાં મળી આવી હતી. તે જે સ્માર્ટફોન પર ગીત સાંભળતી હતી એની બેટરી ફાટેલી હતી અને એ તેના માથા નજીક જ ફાટી હોવાથી તે ઘટનાસ્થળે જ મૃત્યુ પામી હતી. એ વખતે પણ ફોન ચાર્જિંગમાં લાગેલો હતો. તેના પેરન્ટ્સ શરૂઆતમાં તો માનવા તૈયાર જ નહોતા કે ફોન ફાટવાને કારણે દીકરી મૃત્યુ પામી છે, પરંતુ જ્યારે ફોરેન્સિક રિપોર્ટ આવ્યો ત્યારે એમાં આ વાતની પુષ્ટિ થઈ હતી.

આ પણ વાંચો : 17 વર્ષ પહેલાં ફરાર થઈ ગયેલા કેદીને ડ્રોન દ્વારા પોલીસે ગુફામાંથી ખોળી કાઢ્યો

ઓવરહીટિંગને કારણે ફોનની બૅટરી ફાટી હતી અને આ બ્લાસ્ટ એટલો ભયાનક અને તેના મગજની નજીક થયો હતો કે તે ઊંઘમાં જ મૃત્યુ પામી હતી. તે કઈ કંપનીનો ફોન વાપરતી હતી એ જાણવા મળ્યું નથી.

kazakhstan offbeat news hatke news