17 વર્ષ પહેલાં ફરાર થઈ ગયેલા કેદીને ડ્રોન દ્વારા પોલીસે ગુફામાંથી ખોળી કાઢ્યો

Published: Oct 02, 2019, 09:22 IST | ચીન

ચીનના યૉન્ગશાન શહેરની પોલીસે છેલ્લાં ૧૭ વર્ષથી ભાગતા ફરતા એક કેદીને ડ્રોનની મદદથી પકડી પાડ્યો છે.

પોલીસે 17 વર્ષ પહેલા ફરાર કેદીને ગુફામાંથી શોધી કાઢ્યો
પોલીસે 17 વર્ષ પહેલા ફરાર કેદીને ગુફામાંથી શોધી કાઢ્યો

ચીનના યૉન્ગશાન શહેરની પોલીસે છેલ્લાં ૧૭ વર્ષથી ભાગતા ફરતા એક કેદીને ડ્રોનની મદદથી પકડી પાડ્યો છે. ગયા મહિને પોલીસને વીચૅટ સોશ્યલ મીડિયા પરથી જાણવા મળ્યું હતું કે ફરાર થઈ ગયેલો કેદી સૉન્ગ જિયાંગ નજીકના જંગલમાં છુપાયોલો છે. પોલીસે આ ઇનપુટ પર શોધખોળ શરૂ કરી પણ કંઈ સગડ મળ્યા નહીં.

china

આખરે પોલીસે ડ્રોનની મદદ લીધી જેથી બાજનજરે આખા વિસ્તારને સ્કૅન કરી શકાય. ડ્રોનમાં જોવા મળેલા લોકેશન પરથી ખબર પડી કે કેદી જંગલમાં એક ગુફામાં લપાઈને બેઠો છે અને કોઈનાય સંપર્કમાં નથી. લાંબા સમય સુધી તે નહાયો પણ નહોતો અને ૧૭ વર્ષમાં તેનો દેખાવ પણ સાવ બદલાઈ ગયો હતો એટલે પહેલી નજરે તેને ઓળખવામાં પોલીસને પણ તકલીફ પડી.

આ પણ વાંચો : બાપ રે, દસ વર્ષથી ક્લિનિક ચલાવતા નકલી ડૉક્ટરે 70000 સર્જરી કરી નાખી!

સૉન્ગ જિયાંગને માનવતસ્કરીના મામલામાં સજા થયેલી, પરંતુ તે ૨૦૦૨માં જેલમાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારથી તેના કોઈ સગડ નહોતા. ગુફામાં તે માત્ર એક પાણીની બાટલી, પાંદડાનું પથારી બનાવીને રહેતો હતો. જંગલમાંના ફળો અને નાના પ્રાણીઓને મારીને આગમાં શેકીને ખાઈને તે જીવતો રહ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK