મંદિરની બહાર મુકાઈ નવ ફુટ ઊંચી ઉંદરની પ્રતિમા

01 January, 2020 10:51 AM IST  |  Japan

મંદિરની બહાર મુકાઈ નવ ફુટ ઊંચી ઉંદરની પ્રતિમા

નવ ફુટ ઊંચી ઉંદરની પ્રતિમા

જપાનમાં ૨૦૨૦નું વર્ષ રૅટ-યરનું પ્રતીક છે. એને કારણે હાલમાં જપાનમાં ઠેર-ઠેર ઉંદરની પ્રતિમાઓ જોવા મળે છે. ટોક્યોમાં આવેલા એક મંદિરની બહાર તો ત્રણ મીટર એટલે કે લગભગ નવ ફુટ ઊંચા ઉંદરનું સ્ટૅચ્યુ મુકાયું છે જે એક વૉલન્ટિયર ગ્રુપે ભેગા મળીને બનાવ્યું છે. ગોલ્ડન કલરના ઉંદરના હાથમાં એક મશાલ પણ છે. એક મહિનાની મહેનત પછી બનેલી ઉંદરની પ્રતિમા ફેબ્રુઆરીના અંત સુધી અહીં જ રહેશે.

આ પણ વાંચો : ડ્રેસ-ડિઝાઇનરે બનાવ્યું યુરિનથી સીંચાતું પહેરી શકાય એવું વેજિટેબલ ગાર્ડન

દેશના લોકો ખુશ રહે અને સારી ખેતી થાય એવી ભાવના સાથે દર વર્ષે આ વૉલન્ટિયર ગ્રુપ વિશાળ પ્રાણીઓના સ્ટૅચ્યુ મંદિરની બહાર મૂકે છે.

japan offbeat news hatke news