ડ્રેસ-ડિઝાઇનરે બનાવ્યું યુરિનથી સીંચાતું પહેરી શકાય એવું વેજિટેબલ ગાર્ડન

Published: Jan 01, 2020, 10:45 IST | California

યુનિવર્સિટી ઑફ સધર્ન કૅલિફૉર્નિયામાં આર્કિટેક્ચર વિષયના અસિસ્ટન્ટ પ્રોફેસર અરોસિયાક ગૅબ્રિયેલિયન અચ્છા પ્રયોગશીલ ફૅશન-ડિઝાઇનર પણ છે.

પહેરી શકાય એવું વેજિટેબલ ગાર્ડન
પહેરી શકાય એવું વેજિટેબલ ગાર્ડન

યુનિવર્સિટી ઑફ સધર્ન કૅલિફૉર્નિયામાં આર્કિટેક્ચર વિષયના અસિસ્ટન્ટ પ્રોફેસર અરોસિયાક ગૅબ્રિયેલિયન અચ્છા પ્રયોગશીલ ફૅશન-ડિઝાઇનર પણ છે. તેમણે ‘ગ્રો યૉર ઑન ફૂડ’ સૂત્રને નવો અર્થ આપતાં લગભગ ડઝનેક હરિયાળા ખાદ્ય પદાર્થો ઉગાડી શકાય એવું વેઅરેબલ વેજિટેબલ ગાર્ડન બનાવ્યું છે. એ ગાર્ડન પહેરનાર વ્યક્તિના યુરિનથી એને સીંચી શકાય એવી જોગવાઈ એમાં છે.

આ પ્રોજેક્ટ પ્રોફેસર અરૌસિયાક ગૅબ્રિયેલિયને ફ્રેન્ચ બોટનિસ્ટ પૅટ્રિક બ્લાંના માટી વિનાના વર્ટિકલ ગાર્ડન્સના કન્સેપ્ટમાંથી પ્રેરાઈને શરૂ કર્યો હતો. એમાં ભેજ સંઘરી રાખે એવા કપડાનું બનેલું વસ્ત્ર કમર પર પહેરવાનું હોય છે. એના પર માઇક્રોગ્રીન બિયારણ ચોંટાડેલું હોય છે. જર્મિનેટેડ બિયારણને ફલિત થઈને શાક કે ફળ ઊગતાં બે અઠવાડિયાં જેટલો સમય લાગે છે. યુરિનને કૅથેટરમાં લઈને ઓસ્મોસિસના પ્રોસેસ વડે ફિલ્ટર કરવાની ટેક્નૉલૉજી અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસાએ અવકાશયાત્રીઓ માટે વિકસાવી છે. એ ટેક્નૉલૉજીનો ડિઝાઇનરે ખૂબીપૂર્વક ઉપયોગ કર્યો છે.

બિયારણને ફલિત કરવા માટે જરૂરી સિંચન પહેરનારના યુરિન વડે કરવાની વ્યવસ્થા એમાં હોય છે. માનવશરીરમાંથી ઉત્સર્જિત પદાર્થોની મદદથી પરાગરજ જેવા બિયારણને ફલિત કરીને જુદા-જુદા બાવીસ પ્રકારના પાક લઈ શકાય છે. આ પ્રોફેસરના કહેવા મુજબ વેઅરેબલ ગાર્ડનમાં કોબીજ, રેડીશ, સ્ટ્રૉબેરી, પીનટ્સ જેવા પાક પણ લઈ શકાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK