જેમ્સ બૉન્ડની ફિલ્મ સ્પેક્ટરમાં વિલને વાપરેલી કાર વેચાવા નીકળી

06 November, 2019 09:41 AM IST  |  Abu Dhabi

જેમ્સ બૉન્ડની ફિલ્મ સ્પેક્ટરમાં વિલને વાપરેલી કાર વેચાવા નીકળી

જેમ્સ બૉન્ડની કાર વેચાવા નીકળી

જેમ્સ બૉન્ડની ફિલ્મોમાં માત્ર એનો હીરો જ નહીં, હિરોઇન અને સાઇકો વિલન્સ પણ મોંઘીદાટ કારો ફેરવતા જોવા મળે છે. આ ફિલ્મમાં વપરાયેલી હાઈ એન્ડ કાર્સ અનેકવાર વેચાવા મુકાઈ છે જે અવારનવાર કરોડો રૂપિયા રળી લાવી છે. ૨૦૧૫માં આવેલી જેમ્સ બૉન્ડની સીરિઝની ૨૪મી ફિલ્મ ‘સ્પેક્ટર’માં વિલને વાપરેલી જૅગ્વાર સી-એક્સ ૭૫ મૉડલની કાર અબુધાબીમાં યોજાયેલા એક ઑક્શનમાં મુકાઈ છે. ૩૦ નવેમ્બરે એની હરાજી થશે જેમાં નિષ્ણાતોના મતે ૧૨ લાખ ડૉલર એટલે કે ૮.૪ કરોડ રૂપિયા ઊપજે એવી સંભાવના છે.

hatke news offbeat news abu dhabi james bond bollywood news