54 ફુટ દૂર રોટલી ફેંકવાનો રેકૉર્ડ

26 September, 2019 09:58 AM IST  |  અમેરિકા

54 ફુટ દૂર રોટલી ફેંકવાનો રેકૉર્ડ

54 ફુટ દૂર રોટલી ફેંકવાનો રેકૉર્ડ

અમેરિકાના ઇડાહોમાં રહેતા ડેવિડ રશને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ તોડવાનું વળગણ થઈ ગયું છે. અત્યાર સુધીમાં તેણે ૧૦૦થી વધુ રેકૉર્ડ બનાવ્યા છે. કેટલાક વિક્રમો સાહસિક છે તો કેટલાક જસ્ટ ગતકડાં સમાન છે. જોકે નવાઈની વાત એ છે કે તે ગતકડાં લાગે એવાં કારનામાંમાં પણ અવ્વલ આવે છે. તાજેતરમાં કૅનેડાના ટૉરોન્ટોમાં યોજાયેલી એક ઇવેન્ટમાં ડેવિડે સૌથી દૂર ટૉર્ટિલા ફેંકવાનો રેકૉર્ડ બનાવ્યો. ટૉર્ટિલા એ મકાઈની કડક રોટલી જેવું હોય છે જેને ડિસ્કની જેમ વાપરવાની હોય છે.

આ પણ વાંચો : ચોરે ભગવાનને પત્ર લખ્યો સફળ થઈશ તો મંદિરમાં 500 રૂપિયાનું દાન કરીશ

આ ઇવેન્ટમાં લોકોને ઓપન ચૅલેન્જ આપવામાં આવેલી અને મકાઈની રોટલીને ડિસ્કની જેમ બને એટલી દૂર ફેંકવાની હતી. આ ઇવેન્ટમાં બે સાયન્ટિસ્ટોએ પણ ભાગ લીધેલો જેમણે રોટલીને લગભગ ૩૦ ફુટ દૂર સુધી થ્રો કરેલી. જોકે ડેવિડનો વારો આવ્યો ત્યારે તેણે ૫૪ ફુટ અને પાંચ ઇંચ દૂર સુધી થ્રો કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કરી લીધો.

united states of america offbeat news hatke news