ચોરે ભગવાનને પત્ર લખ્યો સફળ થઈશ તો મંદિરમાં 500 રૂપિયાનું દાન કરીશ

Published: Sep 26, 2019, 09:50 IST | મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશના બૈતુલમાં ચોરીનો એક વિચિત્ર કિસ્સો જોવા મળ્યો છે. એક ચોરે ભગવાનના નામે પત્ર લખીને મંદિરની દાનપેટી તોડીને ચોરી કરી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મધ્ય પ્રદેશના બૈતુલમાં ચોરીનો એક વિચિત્ર કિસ્સો જોવા મળ્યો છે. એક ચોરે ભગવાનના નામે પત્ર લખીને મંદિરની દાનપેટી તોડીને ચોરી કરી. બૈતુલના સારણીમાં રાધાકૃષ્ણન વૉર્ડમાં આવેલા સિદ્ધેશ્વર હનુમાન મંદિરની દાનપેટી તોડીને હજારો રૂપિયાની ચોરીની ઘટના બની છે. જોકે, ચોરી કરતાં પહેલાં ચોરે ભગવાનની માફી માગી છે.

ચોરે પોતાના પત્રમાં લખ્યું છે કે ‘હું હેરાન-પરેશાન થઈને આ અપરાધ કરી રહ્યો છું. મારા તમામ અપરાધ માફ કરવા આપને વિનંતી છે.’ ચોર ચોરી કર્યા પછી દાનપેટી પાસે આ પત્ર લખીને જતો રહ્યો હતો.

દાનપેટી છેલ્લાં ૩ વર્ષથી ખોલવામાં આવી ન હતી અને એમાં ૪૦થી ૫૦ હજાર રૂપિયા જેટલી રકમ એક્ઠી થઈ હોવાનું અનુમાન છે. શ્રદ્ધાળુઓ જ્યારે મંગળવારે મંદિરે દર્શન કરવા આવ્યાં ત્યારે મંદિરની દાનપેટી તૂટેલી જોવા મળી હતી. ત્યાર પછી તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : પંખીગાનની અનોખી સ્પર્ધામાં 1800 પંખીઓએ ભાગ લીધો

ચોરે ભગવાનને સંબોધીને એક પત્ર લખ્યો છે જેમાં તેણે લખ્યું છે કે ‘હે ભગવાન, અત્યાર સુધી મારા જીવનમાં જે કોઈ ભૂલો કરી છે એના માટે તમે મને માફ કર્યો છે અને આજથી હું એને સંપૂર્ણપણે છોડી દઈશ એવી કોઈ પણ ભૂલ નહીં કરું. હવે જો બધું જ સારું થઈ જશે તો સમજીશ કે તમે મને અંતિમ તક આપી છે. ભગવાન જો બધું જ સારું રહેશે તો હું તમારા કોઈ પણ મંદિરમાં ૫૦૦ રૂપિયાનું દાન કરીશ.’

પોલીસે આ પત્ર કબજામાં લઈને વધુ તપાસ હાથ ધરી છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK