કોઠા પર વેચાઈ ગયેલી બહેનને ભાઈએ ગ્રાહક બનીને છોડાવી

11 August, 2019 11:02 AM IST  |  કલકત્તા

કોઠા પર વેચાઈ ગયેલી બહેનને ભાઈએ ગ્રાહક બનીને છોડાવી

કલકત્તાની એક મોટી કંપનીમાં કામ કરતી એક છોકરીને વધુ સારી નોકરી આપવાની લાલચ આપીને ૮ જૂને દિલ્હી બોલાવવામાં આવી અને તેને કોઠા પર વેચી દેવામાં આવી. જ્યારે તેના ઘરવાળાઓએ તેને ફોન લગાવ્યો તો એ બંધ થઈ ગયેલો. કોઈ કૉન્ટેક્ટ ન થતાં પરિવારે દીકરીના ગુમ થવાનો રિપોર્ટ પોલીસમાં લખાવ્યો. એ પછી પણ કંઈ અતોપતો મળતો નહોતો. જોકે તેના ભાઈએ હિંમત ન હારી. તે સતત બહેનનું પગેરું શોધતો રહ્યો. એક વાર તેના મોબાઇલ પર અજાણ્યા માણસનો ફોન આવ્યો અને તેણે બતાવ્યું કે તેની બહેન જીબી રોડ પર આવેલા કોઠામાં છે. તેણે કહ્યું કે હું જ્યારે ગ્રાહક બનીને કોઠા પર ગયેલો ત્યારે આ છોકરીએ ચોરીછુપીથી મને તમારો નંબર આપ્યો હતો. આ ફોન પછી તેનો ભાઈ તરત જ દિલ્હી આવ્યો અને ફોન કરનાર માણસને કરોલ બાગમાં મળ્યો. એ વ્યક્તિ બંગાળી હતો. બહેન સુધી પહોંચવા માટે ગ્રાહક બનીને જ જવાનું વિચાર્યું. તે જીબી રોડ કોઠા પર ગયો અને તેની બહેનને મળીને વાતચીત કરવામાં સફળ રહ્યો. તરત જ છોકરાએ દિલ્હી મહિલા આયોગનો સંપર્ક કર્યો અને આયોગની મદદથી પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે કોઠા પર છાપો મારીને આ છોકરીને છોડાવી હતી.

આ પણ વાંચો : દીકરાએ પિતાની ઇચ્છા પૂરી કરવા માટે તેમના શબ સામે લગ્ન કર્યા અને ફોટો પણ પડાવ્યા

પોલીસને આપેલા નિવેદનમાં છોકરીએ કહ્યું હતું કે, ‘તે કલકત્તામાં સારી જગ્યાએ નોકરી કરતી હતી અને તેની ઓળખાણ દિલ્હીમાં જ્યોત્સના નામની મહિલા સાથે થઈ. તેણે રમઝાન નામના યુવક સાથે સંપર્ક કરાવીને મોટી ઑફરવાળી જૉબની ગોઠવણ કરી હોવાનું કહ્યું હતું અને તે દિલ્હી આવતાં જ તેને કોઠા પર વેચી દેવામાં આવી હતી.’

kolkata offbeat news hatke news