દીકરાએ પિતાની ઇચ્છા પૂરી કરવા માટે તેમના શબ સામે લગ્ન કર્યા અને ફોટો પણ પડાવ્યા

Published: Aug 11, 2019, 10:57 IST | તામિલનાડુ

તામિલનાડુના વિલ્લુપુરમ જિલ્લામાં એક અજીબ ઘટના ઘટી છે. સામાન્ય રીતે વ્યક્તિ મૃત્યુ પામે એટલે તેને નવડાવી-ધોવડાવીને કોરા કપડાં પહેરાવીને અંતિમયાત્રાની તૈયારી કરવામાં આવે.

દીકરાએ પિતાની ઇચ્છા પૂરી કરવા માટે તેમના શબ સામે લગ્ન કર્યા
દીકરાએ પિતાની ઇચ્છા પૂરી કરવા માટે તેમના શબ સામે લગ્ન કર્યા

તામિલનાડુના વિલ્લુપુરમ જિલ્લામાં એક અજીબ ઘટના ઘટી છે. સામાન્ય રીતે વ્યક્તિ મૃત્યુ પામે એટલે તેને નવડાવી-ધોવડાવીને કોરા કપડાં પહેરાવીને અંતિમયાત્રાની તૈયારી કરવામાં આવે. જોકે સિંગનૂર ગામમાં દૈવમણિ નામના બુઝુર્ગનું મૃત્યુ થયું એ પછી વાતાવરણ સાવ બદલાયેલું હતું. વાત એમ હતી કે બીજી સપ્ટેમ્બરે તેમના ૩૧ વર્ષના દીકરા ડી. ઍલેક્ઝાન્ડરનાં લગ્ન ૨૭ વર્ષની અન્નપૂર્ણાની સાથે નક્કી થયેલાં હતાં. દીકરાના લગ્નની ધામધૂમથી ઊજવણી કરવાનો અભરખો પિતાને બહુ જ હતો. જોકે અચાનક જ તેમનું અવસાન થતાં પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. એવામાં દીકરા ઍલેક્ઝાન્ડરે નક્કી કર્યું કે ભલે પપ્પાનું નિધન થઈ ગયું હોય, પરંતુ હજી તેમનું શરીર તો આપણી વચ્ચે છે. એની હાજરીમાં લગ્ન કરી લેવામાં આવે. આ વાત સાથે કન્યા પક્ષના સગાઓ પણ સહમત થયા. ઘરના બધા જ લોકો પિતાને ગુમાવ્યાનો માતમ ભૂલીને લગ્નની તૈયારીમાં લાગ્યા. ધામધૂમને બદલે સીધીસાદી વિધિની વ્યવસ્થા કરવામાં આવી. તેના પિતાના મૃતદેહને નવાં કપડાં પહેરાવીને ખુરસીમાં બેસાડવામાં આવ્યો અને એની સામે જ દીકરાએ લગ્નની વિધિ પૂરી કરી. વિધિ પૂરી થયા પછી પિતાના શબને સ્ટેજ પર લઈ જઈને વારાફરતી બધાએ પિતાના શબ અને નવયુગલની સાથે તસવીરો પડાવી.

આ પણ વાંચો : કરોળિયાએ કર્યો ચામા‌ચીડિયાનો શિકાર

આ તસવીરોમાંથી એક તસવીર સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે. શુક્રવારે પિતાનું મોત થયું અને તરત જ લગ્ન લેવાયાં અને શનિવારે પિતાના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. દીકરા ઍલેક્ઝાન્ડરનું કહેવું છે કે હવે બીજી સપ્ટેમ્બરે લગ્નની વિધિ નહીં થાય, પરંતુ એ પછી રિસેપ્શનનો કાર્યક્રમ રાબેતામુજબ ચાલુ રાખશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK