દુનિયાની સૌથી મોંઘી જેલમાં 1 કેદી માટે ખર્ચાય છે વર્ષે 93 કરોડ રૂપિયા

23 September, 2019 10:16 AM IST  | 

દુનિયાની સૌથી મોંઘી જેલમાં 1 કેદી માટે ખર્ચાય છે વર્ષે 93 કરોડ રૂપિયા

દુનિયાની સૌથી મોંઘી જેલમાં 1 કેદી માટે ખર્ચાય છે વર્ષે 93 કરોડ રૂપિયા

સામાન્ય રીતે જેલની વાત આવે એટલે ઘેટાંબકરાંની જેમ માણસોને એક કોઠડીમાં પૂરેલા હોય એવું દૃશ્ય નજર સામે તરવરે. જો બહુ જ કડક જેલ હોય તો લાઇનબંધ ગોઠેલી કાળી અંધારી કોટડીઓમાં કેદીઓને રાખવામાં આવ્યા હોય. જોકે ક્યુબામાં આવેલી એક જેલમાં માત્ર ૪૦ કેદીઓ જ છે અને અહીંના કેદીઓની સુરક્ષા માટે લાખો નહીં, પરંતુ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. અહીં એક કેદી માટે લગભગ ૪૫ સૈનિકો છે.

ગ્વાન્ટાનમો બે જેલમાં કુલ ૧૮૦૦ સૈનિકો તહેનાત છે અને અહીં તહેનાત કરેલા સૈનિકો માટે દર વર્ષે ૧૩ મિલ્યન ડૉલર એટલે કે પ્રત્યેક કેદી પર લગભગ ૯૩ કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. આને દુનિયાની સૌથી મોંઘી જેલ માનવામાં આવે છે. અમેરિકન ન્યુઝ પેપર ન્યુ યૉર્ક ટાઇમ્સના એક રિપોર્ટમાં ૨૦૧૮માં થયેલા જેલના ખર્ચની માહિતી જાહેર કરવામાં આવી છે. અહીં આટલીબધી સુરક્ષાનું કારણ એ છે કે અહીં ૯/૧૧ હુમલાના માસ્ટરમાઇન્ડ ખાલિદ શેખ મોહમ્મદ સહિત એના જેવા ખૂંખાર કેદીઓ જેલમાં બંધ છે. જેલમાં ત્રણ બિલ્ડિંગ છે. બે ખૂફિયા કહેવાય એવી ઑફિસ છે અને ત્રણ હૉસ્પિટલ છે. આ જેલમાં વકીલો માટે પણ અલગ કમ્પાઉન્ડ બનાવાયા છે. અહીં સ્ટાફ અને કેદીઓ માટે ચર્ચ અને થિયેયટરની વ્યવસ્થા પણ છે.

આ પણ વાંચો : 3 કિલો વજન ધરાવતી એશિયાની સૌથી ટચૂકડી દર્દી પર થયું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ

ઓછા ખૂંખાર કેદીઓ માટે જિમ અને પ્લે-સ્ટેશન પણ છે. આમ તો આ અમેરિકાનો નેવી બેઝ હતો, પરંતુ પાછળથી અહીં આતંકવાદીઓનું ડિટેન્શન સેન્ટર બનાવી દેવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ જ્યૉર્જ ડબલ્યુ બુશે અહીં આતંકવાદીઓને સીધાદોર કરવા માટે ખાસ કમ્પાઉન્ડ બનાવેલું જેને એક્સ-રે કૅમ્પ નામ આપવામાં આવેલું.

offbeat news hatke news