પરીક્ષા આપવા જવા આનાકાની કરનાર વિદ્યાર્થીને પોલીસ સ્કૂલે મૂકવા ગઈ

12 August, 2019 10:10 AM IST  |  થાઇલૅન્ડ

પરીક્ષા આપવા જવા આનાકાની કરનાર વિદ્યાર્થીને પોલીસ સ્કૂલે મૂકવા ગઈ

પરીક્ષા આપવા જવા આનાકાની કરનાર વિદ્યાર્થીને પોલીસ સ્કૂલે મૂકવા ગઈ

સામાન્ય રીતે કોઈ ગુનો કે હાદસો થાય ત્યારે પોલીસને બોલાવવામાં આવે છે, પણ થાઇલૅન્ડમાં એક બહેને પોતાનો પૌત્ર પરીક્ષાના દિવસે ઊઠી રહ્યો ન હોવાથી પોલીસને ફોન કરી દીધો. બૅન્ગકૉકમાં દાદી સાથે રહેત આ છોકરાની શુક્રવારે પરીક્ષા હતી. દાદી તેને સ્કૂલે જવા માટે ક્યાંય સુધી ઉઠાડતી રહી, પણ ભાઈસાહેબ ટસના મસ ન થયા. દાદીએ પહેલાં તો ધમકી આપી કે જો નહીં ઊઠે તો પોલીસને બોલાવીશ, તોય તેના પેટનું પાણી ન હાલ્યું અને તે સૂતો જ રહ્યો. આખરે થાકીને દાદીએ ખરેખર ફોન કરીને પોલીસને જાણ કરી. નવાઈની વાત એ છે કે પોલીસવાળો ઘરે પણ આવ્યો. તેને જોઈને અડધો ડરેલો છોકરો ઊઠી ગયો. તેણે સમજાવ્યું કે આ ઉંમરે ભણવું બહુ જરૂરી છે એટલે તે માની ગયો.

આ પણ વાંચો : સાયન્ટિસ્ટોએ બનાવી છે ઍટમિક વોડકા

દાદીએ દીકરાને તૈયાર કર્યો ત્યાં સુધી પોલીસવાળો ઘરે બેસી રહ્યો અને તૈયાર થયા પછી છોકરાને સ્કૂટર પર બેસાડીને સ્કૂલ સુધી છોડી આવ્યો. થાઇલૅન્ડ પોલીસે પોતાના ઑફિશ્યલ ફેસબુક પેજ પર આ ઘટના શૅર કરી હતી.

offbeat news hatke news thailand