ફરી એક વાર 20 મિનિટમાં 42 માળ ચડી ગયો આ ફ્રેન્ચ સ્પાઇડરમૅન

30 September, 2019 10:10 AM IST  |  ફ્રાન્સ

ફરી એક વાર 20 મિનિટમાં 42 માળ ચડી ગયો આ ફ્રેન્ચ સ્પાઇડરમૅન

ફ્રેન્ચ સ્પાઇડરમૅન

ફ્રાન્સમાં રહેતો એલેઇન રૉબર્ટ એવો તરવરાટિયો ક્લાઇમ્બર છે કે તેને દર થોડાક મહિને કોઈક ઊંચી ઇમારત સર ન કરે તો ચેન ન પડે. આમ તો તેની વય ૫૭ વર્ષની થઈ ગઈ છે, પણ જોખમ ખેડવાનું એનું સાહસ હજીયે જુવાનિયાઓને શરમાવે એવું છે. આ વખતે ભાઈસાહેબ જર્મનીની આર્થિક રાજધાની ફ્રૅન્કફર્ટના એક ટાવર પર ચડી ગયા.

સ્વાભાવિકપણે આવો સ્ટન્ટ કરવો હોય તો સ્થાનિક ઑથોરિટીની પરવાનગી લેવી પડે અને સુરક્ષા માટેના સાધનો વિના પરવાનગી મળે જ નહીં. એલેઇન રૉબર્ટને તો સુરક્ષા વિના જ ગ્લાસન‌ી ઇમારતો પર ચડવાનો મહાવરો છે અને એમાં જ મજા પડે છે એટલે તેણે દર વખતની જેમ આ વખતે પણ કોઈ પરવાનગી લીધી નહોતી. આ વખતે તો તેણે બિલ્ડિંગની ચડાઈ કરવામાં સ્પીડનો પણ રેકૉર્ડ તોડી નાખ્યો. તે જસ્ટ ૨૦ જ મિનિટમાં નીચેથી છેક બેતાળીસમા માળે પહોંચી ગયો. તેને ટાવર પર ચડતો જોઈને આસપાસના રાહદારીઓએ તસવીરો અને વિડિયો લેવાનું શરૂ કરીને ચક્કાજૅમ કરી દીધું અને પોલીસ સાબદી થઈ ગઈ. પોલીસ પણ ઝપાટાભેર ઘટનાસ્થળે પહોંચી ગઈ.

આ પણ વાંચો : સોશ્યલ મીડિયા પર ફોટોગ્રાફ અપલોડ કરવા જપાનમાં ભાડેથી દોસ્તો મળે છે

બેતાળીસમા માળે જેવો તે પહોંચ્યો કે તરત જ પોલીસે તેને પોતાનો જીવન જોખમમાં લેવાના ગુનાસર અટકમાં લઈ લીધો. એલેઇન રૉબર્ટના આવા સ્પાઇડરમૅન સ્ટાઇલના સાહસોની યાદી હવે લંબાતી જાય છે. ભાઈસાહેબ દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ બુર્જ ખલીફા પર પણ ચડી ચૂક્યા છે. લંડનની લૉયડ્સ બિલ્ડિંગ, ન્યુ યૉર્કનું ઍમ્પાયર સ્ટેટ્સ અને ફ્રાન્સના આઇફલ ટાવર પર પણ કોઈ જ સલામતી વિના ક્લાઇમ્બિંગ કરી ચૂક્યો છે. 

france offbeat news hatke news