ફ્રી-ક્લાઇમ્બર 1000 ફુટ ઊંચા લંડનના બિલ્ડિંગ પર કોઈ સેફ્ટી વિના ચડી ગયો

09 July, 2019 08:56 AM IST  |  લંડન

ફ્રી-ક્લાઇમ્બર 1000 ફુટ ઊંચા લંડનના બિલ્ડિંગ પર કોઈ સેફ્ટી વિના ચડી ગયો

ફ્રી-ક્લાઇમ્બર

એક સમયે લંડન બ્રિજ ટાવર તરીકે જાણીતા લંડનના ધ શાર્ડ બિલ્ડિંગ પર ગઈ કાલે સવારે એક અજાણ્યો ફ્રીક્લાઇમ્બર ચડી ગયો હતો. બે વર્ષ પહેલાં પણ એક ફ્રીક્લાઇમ્બર કોઈને ખબર ન પડે એ રીતે કોઈ સેફ્ટીનાં સાધનો કે દોરડાની મદદ વિના જ ચડી ગયો હતો. માત્ર લંડનના જ નહીં, યુરોપ ખંડના સૌથી ઊંચા ગણાતા ધ શાર્ડ બિલ્ડિંગની સિક્યૉરિટી ઘણી ટાઇટ હોવાનું મનાય છે છતાં આ ફ્રીક્લાઇમ્બર સંપૂર્ણપણે ગ્લાસના બનેલા ટાવર પર ચડી ગયો હતો.

આ પણ વાંચો : બે લાખ ફુટબૉલ્સ ભરી શકાય એવી વિશ્વની સૌથી મોટી શણની બૅગ

ઘટના મળસકે પાંચ વાગ્યાની છે. કોઈક રાહદારીએ આ સ્કાયક્રૅપર પર કોઈને ચડતો જોઈને પોલીસને ફોન કર્યો હતો. તરત જ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. જોકે એ પહેલાં જાંબાઝ ક્લાઇમ્બર સૌથી ઉપરના એટલે કે ૯૫મા માળ સુધી પહોંચી ગયો હતો. પોલીસે ક્લાઇમ્બરની ધરપકડ કર્યા વિના જ તેને છોડી મૂક્યો હતો. જોકે એની ઓળખ જાહેર કરવામાં નથી આવી.

london offbeat news hatke news