1843માં બનેલું દુનિયાનું પહેલું ક્રિસમસ-કાર્ડ લંડનના મ્યુઝિયમમાં મુકાયુ

22 November, 2019 10:00 AM IST  |  London

1843માં બનેલું દુનિયાનું પહેલું ક્રિસમસ-કાર્ડ લંડનના મ્યુઝિયમમાં મુકાયુ

1843માં બનેલું દુનિયાનું સૌથી પહેલું ક્રિસમસ-કાર્ડ

ક્રિસમસ હવે નજીકમાં જ છે ત્યારે એની તૈયારીઓ અને ક્રિસમસ કાર્ડ્‌‌સ મોસમ પૂરબહારમાં ખીલી છે. પહેલું ક્રિસમસ કાર્ડ ૧૮૪૩માં હેન્રી કૉલ અને જૉન કોલકોટ હૉર્સલીએ તૈયાર કર્યું હતું અને એ તેમણે પોતાના દીકરા માટે બનાવ્યું હતું. એ વખતે આ સુંદર કાર્ડની ૧૦૦૦ પ્રત છપાઈ હતી. એમાંથી હાલમાં ૨૧ નકલ મોજૂદ છે. સાન ફ્રાન્સિસ્કોના એક બુલ ડીલર પાસે એ કાર્ડ્સ છે. કાર્ડ જ્યારે પહેલી વાર માર્કેટમાં મુકાયું ત્યારે તેને બહુ ખાસ પ્રતિસાદ નહોતો મળ્યો અને એ પછીના લગભગ ત્રણ દાયકા પછી ક્રિસમસ નિમિત્તે કાર્ડ આપવાની પ્રથા શરૂ થયેલી.

આ પણ વાંચો : મોબાઇલની લત છોડાવવા માટે મરઘાં ઉછેર કરાવાય છે

હાલમાં લંડનના ચાર્લ્સ ડીકેન મ્યુઝિયમમાં વિશ્વના સૌપ્રથમ ક્રિસમસ કાર્ડને મૂકવામાં આવ્યું છે. હાલમાં ક્રિસમસ કાર્ડની ઇન્ડસ્ટ્રી અબજો રૂપિયાની છે. કહેવાય છે કે હાલના મૉડર્ન કાર્ડ્સમાં હવે ઘણો બદલાવ આવી ગયો છે, પરંતુ આ કાર્ડની તોલે કોઈ આવી શકે એમ નથી.

london offbeat news hatke news