ફર્નિચર તાપમાં મૂકવાની સજા રૂપે માલિકે કામવાળીને તાપમાં ઝાડ સાથે બાંધી

16 May, 2019 09:33 AM IST  |  સાઉદી અરબ

ફર્નિચર તાપમાં મૂકવાની સજા રૂપે માલિકે કામવાળીને તાપમાં ઝાડ સાથે બાંધી

ગરમીમાં કામવાળીને ઝાડ સાથે બાંધી

સાઉદી અરબની રાજધાની રિયાધમાં એક ઘરમાં કામ કરતી મહિલાને તેના માલિકે એક નાની ભૂલની અમાનવીય સજા કરી હતી. આ મહિલા ફિલિપીન્સથી કામ કરવા આવી હતી. અકોસ્ટા બારુએલો નામની આ મહિલાને તેના માલિકે બળબળતા તાપમાં ઝાડ સાથે બાંધી દીધી હતી. આ સજા કરવાનું કારણ એ હતું કે ઘરની સફાઈ દરમ્યાન અકોસ્ટાએ ઘરનું કીમતી ફર્નિચર બહાર તાપમાં કાઢીને મૂક્યું હતું. મોંઘી લક્ઝુરિયસ ચીજો તાપમાં તપતી જોઈને માલિકનું મગજ પણ તપી ગયું અને તેણે કામવાળી મહિલા સાથે અમાનવીય વર્તન કર્યું. તેને ઘરની બહાર તાપમાં ઊભા રાખવાની સજા કરી અને પછી તે હાલીચાલી ન શકે એ માટે તેને ઝાડ સાથે બાંધી દીધી. જોકે તેની સાથે થતી આ ક્રૂરતાનો વિડિયો ઉતારીને સોશ્યલ મીડિયા પર તરતો મૂકી દીધો.

આ પણ વાંચો : ટીનેજરે સોશિયલ મીડિયા પર પૂછ્યું, શું મારે મરી જવું જોઈએ? જાણો પછી શું થયું!

સાઉદી અરબમાં કાર્યરત ફિલિપીન્સ ડિપાર્ટમેન્ટ ઑફ ફોરેન અફેર્સને આ ઘટનાની ખબર પડતાં તેમણે દરમ્યાનગીરી કરીને મહિલાને પાછી ફિલિપીન્સ મોકલાવી દીધી છે. અકોસ્ટાનું કહેવું છે કે ‘જેણે મારો ફોટો સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો તેનો ખૂબ આભાર. મારા જેવા બીજા અનેક લોકો છે તેમનો પણ જલદી છુટકારો થાય એવી આશા છે.’

saudi arabia offbeat news hatke news