બૅન્કની ભૂલથી યુગલના ખાતામાં 86 લાખ રૂપિયા આવ્યા, બાદ થયુ કંઈક આવું

11 September, 2019 11:02 AM IST  |  અમેરિકા

બૅન્કની ભૂલથી યુગલના ખાતામાં 86 લાખ રૂપિયા આવ્યા, બાદ થયુ કંઈક આવું

બૅન્કની ભૂલથી યુગલના ખાતામાં 86 લાખ રૂપિયા આવ્યા

ઘણી વાર બૅન્કની ભૂલને કારણે કોઈકના પૈસા ક્યાંક ટ્રાન્સફર થઈ જતા હોય છે. જોકે આવા કેસમાં ભલે ગમેએટલો જૅકપોટ લાગે, એ પૈસાને વાપરવાનો વિચાર ઠીક નથી. જોકે અમેરિકાના પેન્સિલ્વેનિયા રાજ્યના મૉન્ટર્સવિલ ટાઉનમાં રહેતા રૉબર્ટ અને ટિફની વિલિયમ્સ નામના યુગલે બૅન્કની ભૂલનો મસ્ત લાભ લઈ લીધો અને પૈસા વાપરી નાખ્યા. જોકે હવે યુગલ ફસાયું છે. બૅન્કે તેમની પર ચોરીનો આરોપ લગાવ્યો છે. વાત એ છે કે કર્મચારીની ભૂલને કારણે તેમના ખાતામાં ૧,૨૦,૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૮૬ લાખ રૂપિયા ટ્રાન્સફર થઈને આવી ગયા.  આ પૈસા જોઈને એ ક્યાંથી આવ્યા એ વિચારવાને બદલે તેમણે તો ખર્ચો માંડી દીધો. આ પૈસાથી તેમણે એસયુવી, બે કાર અને એક કાર ટ્રેલર ખરીદી લીધું અને તેમના દોસ્તોને લગભગ આઠ-દસ લાખ રૂપિયાની લોન પણ આપી દીધી. જ્યારે બૅન્કે તેમનો સંપર્ક કરીને પૈસા પાછા ટ્રાન્સફર કરવા કહ્યું તો તેમણે તો અકાઉન્ટ ખાલીખમ થઈ ગયો છે એમ કહીને હાથ ઊંચા કરી દીધા.

આ પણ વાંચો : હુબલીના એક જ પંડાલમાં મોહરમ અને ગણેશ ચતુર્થી

લગભગ ૭૭ લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હોવાથી હવે તેઓ બધા પૈસા તો પાછા આપી શકે એમ નથી પણ તેમણે બૅન્કને કટકે-કટકે રિપેમેન્ટ કરવાની તૈયારી બતાવી છે. જોકે એ પછી બૅન્ક દ્વારા કોઈ કાર્યવાહી ન થઈ. બે મહિના બાદ બૅન્કે ડાયરેક્ટ કોર્ટમાં કેસ કરીને બન્નેને ચોરીના આરોપમાં સળિયા પાછળ કરી દીધા. યુગલને જેલમાંથી જમાનત પર છૂટવા માટે પણ ૧૮ લાખ રૂપિયા આપવા પડ્યા. હવે કેટલા વ્યાજ સાથે તેમણે વાપરેલી રકમ પાછી આપવી પડશે એનો ચુકાદો હવે કોર્ટ જ કરશે.

offbeat news hatke news