હુબલીના એક જ પંડાલમાં મોહરમ અને ગણેશ ચતુર્થી

કર્ણાટક | Sep 11, 2019, 10:56 IST

કર્ણાટકના હુબલીમાં એક જ પંડાલમાં હિન્દુ અને મુસ્લિમ બન્ને સમુદાયના લોકો દર્શન માટે ઊમટ્યા છે

હુબલીના એક જ પંડાલમાં મોહરમ અને ગણેશ ચતુર્થી
હુબલીના એક જ પંડાલમાં મોહરમ અને ગણેશ ચતુર્થી

કર્ણાટકના હુબલીમાં એક જ પંડાલમાં હિન્દુ અને મુસ્લિમ બન્ને સમુદાયના લોકો દર્શન માટે ઊમટ્યા છે અને એનું કારણ છે કે અહીં એક જ પંડાલમાં ગણેશજીનો ઉત્સવ છે અને બીજી તરફ મુસ્લિમોની મોહરમનો માતમ પણ છે. સ્થાનિક નિવાસીઓનું કહેવું છે કે આ માધ્યમથી અમે ધાર્મિક સૌહાર્દનો સંદેશ આપવા માગીએ છીએ. જે પંડાલમાં ગણેશની સ્થાપના કરી છે ત્યાં જ મોહરમની તૈયારીઓ પણ ચાલે છે અને બન્ને કોમના લોકો અહીં આવે છે.

આ પણ વાંચો : આ કૂતરો તો એક્ટિંગ કરે છે !! જુઓ કેવી રીતે થઈ જાય છે બેભાન !!

લગભગ ચાર હજાર લોકો અહીં હળીમળીને એકબીજાના તહેવારો મનાવે છે. હોળી, દીવાળી હોય કે ઈદ, અહીં બધા જ ફેસ્ટિવલ સાથે મળીને ઊજવાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK