પાડોશીના કૂતરા સાથે આડાસંબંધો હોવાથી માલિકે ડૉગીને ઘરમાંથી કાઢી મૂક્યો

25 July, 2019 08:44 AM IST  |  તિરુવનંતપુરમ

પાડોશીના કૂતરા સાથે આડાસંબંધો હોવાથી માલિકે ડૉગીને ઘરમાંથી કાઢી મૂક્યો

ડૉગ

કેરળના તિરુવનંતપુરમના માર્કેટમાં ત્રણ વર્ષનો એક પૉમરેનિયન ડૉગી ફરતો જોવા મળ્યો ત્યારે પ્યુપિલ ફૉર ઍનિમલ નામની સંસ્થાના શમીમ ફારુખી નામની વૉલન્ટિયરની નજર તેની પર પડી. આ ડૉગીના કૉલર પર એક ચિઠ્ઠી લટકાવેલી હતી. એમાં જે લખ્યું હતું એ વાંચીને શમીમ હતપ્રભ થઈ ગઈ. ચિઠ્ઠીમાં મલયાલમમાં લખ્યું હતું જેનો અર્થ થાય છે, ‘આ બહુ સારો ડૉગ છે. તે બહુ ખાવાનું પણ નથી ખાતો. કદી બીમાર પણ નથી પડ્યો. પાંચ દિવસમાં એક વાર તેને નવડાવવાની જરૂર પડે છે. તે કદી કોઈને કરડ્યો નથી. દૂધ, બિસ્કિટ અને ઇંડાં તેનો રોજનો ખોરાક છે. હવે અમે તેને કાઢી મૂક્યો છે કેમ કે તેના પાડોશના કૂતરા સાથે આડા સંબંધ હતા.’

શમીમે આ ચિઠ્ઠી અને ડૉગી બન્નેની તસવીરો પોતાના ફેસબુક અકાઉન્ટ પર શેઅર કરી છે. પ્રાણીપ્રેમી હોવાથી તેનો ગુસ્સો પણ વાજબી હતો. તેણે લખ્યું હતું, ‘ડૉગીઝ તો એવું કરે. જો આ અજીબોગરીબ માલિક ડૉગીનું બ્રીડિંગ ન કરાવવા માગતો હોય તો નસબંધી નામની ચીજ પણ હોય જ છે. જો ડૉગીને તે વર્જિન જોવા માગતો હોય તો તેને ઘરમાં બંધ કરીને રાખવો હતો.’

આ પણ વાંચો : પુરૂષોથી કંટાળેલી મૉડલ, ડૉગી સાથે લગ્ન કરીને જશે હનીમૂન પર

આ ઘટના પછી તો સોશ્યલ મીડિયા પર લાંબી ચર્ચા જાગી. પશુઅધિકાર માટે લડતાં એક કાર્યકર્તાએ લખ્યું છે, ‘જેણે પણ આ ચિઠ્ઠી લખી છે તેના ઘરના બાળકો માટે મને ચિંતા થાય છે. તેના સંતાનો જો કોઈ ભૂલ કરશે તો આ તો તેમનું જીવવું હરામ કરી નાખશે. જો કોઈ ડૉગીઓ વચ્ચે કાનૂની સંબંધો જોવા હોય તો આવો, કુંડળી મેળવીને તમારા કૂતરાના લગ્ન કરવાની વ્યવસ્થા કરીએ અને દહેજની વાતો પણ કરીએ.’ અત્યારે તો આ પૉમરેનિયન શમીમ પાસે જ છે.

thiruvananthapuram offbeat news hatke news