પપ્પાએ દીકરીનું સોશિયલ મીડિયા અકાઉન્ટ જપ્ત કર્યુ અને કઈ થયું આવું

08 December, 2019 10:07 AM IST  | 

પપ્પાએ દીકરીનું સોશિયલ મીડિયા અકાઉન્ટ જપ્ત કર્યુ અને કઈ થયું આવું

પપ્પાએ દીકરીનું સોશિયલ મીડિયા અકાઉન્ટ જપ્ત કર્યુ

આજકાલ ટીનેજર્સ ભણવા, રમવા અને મજા કરવા માટે એકબીજાના ઘરે સ્લીપઓવર માટે આવતાં-જતાં હોય છે. ટીનેજ વયમાં સ્લીપઓવર દરમ્યાન ઑપોઝિટ સેક્સના ફ્રેન્ડ્સ રાતના સમયે સંતાનો સાથે ન હોય એવી પેરન્ટ્સ તકેદારી રાખતા હોય છે. જોકે ૧૫ વર્ષની મૅડલિન નામની કન્યાએ સ્લીપઓવર દરમ્યાન કેટલાક છોકરાઓને પણ ચોરીછૂપીથી ઘુસાડવાનો પ્રયત્ન કર્યો. આ વાતની ખબર પેરન્ટ્સને પડી એટલે તેમણે દીકરીને પાઠ ભણાવવા માટે નાની સજા ફરમાવી. તેના પેરન્ટ્સ તાન્યા ફોર્ડ અને લૅરી સન્પ્ટરે દીકરી મૅડલિનને ૧૫ દિવસ મોબાઇલ ફોન વગર પસાર કરવા અને એ સમયગાળામાં તેનાં સોશ્યલ મીડિયા-અકાઉન્ટ્સ પપ્પાને સોંપી દેવાનું ફરમાવ્યું. અલબત્ત, આ પનિશમેન્ટ પણ પેરન્ટ્સે મૅડલિને પૂછીને જ નક્કી કરી હતી. મૅડલિનનાં ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ સોશ્યલ મીડિયા-અકાઉન્ટ્સનો કન્ટ્રોલ પપ્પાને સોંપવામાં કોઈ તકલીફ જેવું નહોતું, પરંતુ એ પછી પપ્પાએ જે કર્યું એ હિલેરિયસ હતું.

આ પણ વાંચો : સેલોટૅપ વડે શરીર પર 30 લાખ રૂપિયા ચોંટાડીને સ્મગલિંગ કરતી ટીનેજર પકડાઈ

લૅરીએ પોતાના અનેક રમૂજી ફોટોગ્રાફ્સ અને વિડિયોઝ પોસ્ટ કર્યા જેને કારણે દીકરીના તમામ ક્લાસમેટ્સ અને ફ્રેન્ડ્સ મૅડલિન કરતાં તેના પપ્પાને વધુ લાઇક્સ આપવા લાગ્યા. પપ્પાને પોતાના ફ્રેન્ડ્સની જે દાદ મળી એ જોઈને મૅડલિનને પસ્તાવો થયો કે પોતે પનિશમેન્ટ નક્કી કરવામાં ભૂલ કરી છે. 

offbeat news hatke news