સેલોટૅપ વડે શરીર પર 30 લાખ રૂપિયા ચોંટાડીને સ્મગલિંગ કરતી ટીનેજર પકડાઈ

Published: Dec 08, 2019, 09:49 IST | America

મધ્ય અમેરિકાના નિકારાગુઆની આર્મીએ કોસ્ટા રિકા બૉર્ડર પાર કરી રહેલી એક ટીનેજરને શરીર પર સેલોટૅપથી ચોંટાડીને છૂપી રીતે ૪૨,૦૦૦ ડૉલર એટલે કે આશરે ૩૦ લાખ રૂપિયા લઈ જતી પકડી હતી.

ટીનેજર
ટીનેજર

મધ્ય અમેરિકાના નિકારાગુઆની આર્મીએ કોસ્ટા રિકા બૉર્ડર પાર કરી રહેલી એક ટીનેજરને શરીર પર સેલોટૅપથી ચોંટાડીને છૂપી રીતે ૪૨,૦૦૦ ડૉલર એટલે કે આશરે ૩૦ લાખ રૂપિયા લઈ જતી પકડી હતી. અલેસ્કા સોકોર્રો ગોન્ઝાલેઝ નામની ૧૯ વર્ષની આ ટીનેજર દક્ષિણ નિકારાગુઆ અને કોસ્ટા રિકાના રિવાસ વિભાગના કર્ડેનાસ શહેરમાં લૉસ ગુઆસિમોસ વચ્ચે સરહદ પાર કરતાં પકડાઈ એ વખતે તેની સાથે મોઇઝેસ પેરેઝ પેસોસ નામની ૩૫ વર્ષની એક વ્યક્તિ પણ હતી. જોકે તે બન્ને વચ્ચેનો સંબંધ હજી સુધી જાણી શકાયો નથી.

આ પણ વાંચો : કોઈએ પ્રેગ્નન્ટ પત્નીને બેસવા જગ્યા ન આપી તો પતિ ખુદ ખુરસી બની ગયો

કન્યાએ પોતાના પેટ ફરતે અને પીઠ પર ડૉલરની થકડીઓ બાંધી દીધી હતી અને હલીને બહાર પડી ન જાય એ માટે સેલોટૅપથી ચોંટાડી દીધી હતી. બન્નેને જપ્ત કરાયેલી રોકડ રકમ સાથે સ્થાનિક અધિકારીઓને સોંપવામાં આવ્યાં હતાં. નિકારાગુઆનું સત્તાવાર ચલણ નિકારાગુઆન કોર્ડોબા હોવા છતાં ત્યાં અમેરિકી ડૉલર મુક્તપણે વપરાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK