સફેદ રૂની પૂણી જેવાં બતક સાથે બેસીને ‍ચા પીવાની મજા આપે છે આ કૅફે

07 September, 2019 09:49 AM IST  |  ચીન

સફેદ રૂની પૂણી જેવાં બતક સાથે બેસીને ‍ચા પીવાની મજા આપે છે આ કૅફે

સફેદ રૂની પૂણી જેવાં બતક સાથે બેસીને ‍ચા પીવાની મજા આપે છે આ કૅફે

પાળેલાં અને ટ્રેઇન કરેલા ડૉગ, કૅટ, સસલાં જેવાં પ્રાણીઓની સાથે સમય ગાળવાનો મોકો મળે એવાં કૅફે તો હવે દુનિયાભરમાં ફેમસ થઈ ગયાં છે. જોકે ચીનના ચેન્ગડુ શહેરમાં એક અનોખું કૅફે છે જ્યાં સફેદ રૂની પૂણી જેવાં બતક તમારી આજુબાજુ ફુદક્યા કરે છે. આ બતક વાઇલ્ડ નથી, પરંતુ યુરોપમાં જોવા મળતી પાળી શકાય એવી પ્રજાતિનાં છે. આ એક બતક ૧૪૦૦ ડૉલર એટલે કે લગભગ લાખ રૂપિયામાં ખરીદાયું છે અને આવાં ચાર બતક કૅફેમાં લોકોની વચ્ચે ફરતાં રહે છે.

આ પણ વાંચો : લેડીઝ ટૉયલેટમાં રીંછ ઘૂસીને કરી રહ્યો હતો આ કામ, જોઈને થઈ જશો હેરાન

નવું-નવું આકર્ષણ હોવાથી લોકો અહીં ખાવાપીવા માટે નહીં પણ બતક સાથે સમય ગાળવા આવે છે અને એટલે જ અહીં તમે જે કંઈ ઑર્ડર કરો કે ન કરો, બતક સાથે બેસવાના ૯૦ મિનિટના ૭૫૦ રૂપિયા ચૂકવવા પડે છે. પાણીમાં તરતાં બતક બહુ મિજાજી હોય છે, પણ આ બતક જળ કરતાં સ્થળ પર વધુ ફરવાનું પસંદ કરે છે અને તેમને માનવસહવાસ પણ બહુ ફાવે છે. શાંત અને ફ્રેન્ડલી સ્વભાવ ધરાવતાં બતકની સાથે બે મિનિએચર પિગ્સ પણ છે જોકે એમને શૉપિંગ ટ્રૉલીમાં મૂકી રાખવામાં આવે છે.

china offbeat news hatke news