ચાઇનીઝ ખાવાનું ખાઈ-ખાઈને મદનિયા જેવડું થઈ ગયું આ પિગ

05 November, 2019 10:49 AM IST  |  China

ચાઇનીઝ ખાવાનું ખાઈ-ખાઈને મદનિયા જેવડું થઈ ગયું આ પિગ

પિગ

જન્ક ફૂડ હેલ્થ માટે સારું નથી એમ આપણે બાળકોને કહેતાં-સમજાવતાં હોઈએ છીએ. જોકે પાળેલાં પ્રાણીઓ માટે પણ એ યોગ્ય નથી જ એ વાત ચીનના ડિનિંગટન શહેરના રોથરહામ વિસ્તારમાં રહેતા એલાઇન ઍડ્વર્ડ્સને ક્યારેય સમજાઈ નહીં એમ લાગે છે. 

હંમેશાથી પિગ પાળવાની ઇચ્છા ધરાવતા એલાઇન ઍડ્વર્ડ્સે માઇક્રો-પિગ તરીકે જાહેરાતમાં ચમકેલા બે વર્ષના ટ્વિગ્લેટને માત્ર ૬૦ પાઉન્ડ એટલે કે લગભગ ૫૪૮૪ રૂપિયામાં ખરીદ્યું ત્યારે એ કદમાં ઘણું જ નાનું હતું. પિગ બહુ વહાલું હોવાથી એલાઇન ઍડ્વર્ડ્સે તેને ઘણા લાડ લડાવ્યા. પ્રાણીઓ માટેના વિશેષ ખોરાકને બદલે તેને રેસ્ટોરાંમાંથી લાવેલું ચાઇનીઝ ફૂડ, ચૉકલેટ્સ અને ખીર જેવો ભારેખમ ખોરાક ખવડાવ્યે રાખ્યો. પરિણામે ટૂંક સમયમાં એવું થયું કે પિગભાઈ તાજામાજા થઈને વજનદાર થઈ ગયા. અધધધ ૩૦ પાઉન્ડ એટલે કે લગભગ ૧૯૦.૫૦ કિલો વજન થઈ ગયા પછી તો ભાઈસાહેબને બહાર કાઢવાનું પણ અઘરું થઈ ગયું.

આ પણ વાંચો : પચાસ ઈંડાં ખાવાની શરતમાં 42મું ઈંડું ખાધા પછી યુવક મૃત્યુ પામ્યો

ઍડ્વર્ડ્સ સાથે લગભગ બે વર્ષ વૈભવી જીવન જીવ્યા બાદ ઍડ્વર્ડ્સના મરણ પછી સૂના પડી ગયેલા ટ્વિગ્લેટને તેના પરિવારે તેને ફ્લૅટમાંથી બહાર કાઢવા ફાયર ફાઇટર્સની મદદ લેવી પડી. ફાયર-ફાઇટર્સે તેને બેહોશ કરી સ્ટ્રેચરમાં નાખીને ફ્લૅટની બહાર કાઢ્યું. વજન ઘટાડવા માટે તેના પર બૅરિયાટ્રિક સર્જરી કરવામાં આવી. હાલમાં છેલ્લાં પાંચ અઠવાડિયાંથી આ પિગ રિહેબિલિટેશન સેન્ટરમાં રહે છે. જન્ક ફૂડ બંધ કરી પ્રાણીઓ માટેનો ખોરાક શરૂ કરતાં તેનું વજન દોઢ પાઉન્ડ જેટલું ઘટ્યું છે.

china offbeat news hatke news