Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પચાસ ઈંડાં ખાવાની શરતમાં 42મું ઈંડું ખાધા પછી યુવક મૃત્યુ પામ્યો

પચાસ ઈંડાં ખાવાની શરતમાં 42મું ઈંડું ખાધા પછી યુવક મૃત્યુ પામ્યો

05 November, 2019 10:08 AM IST | Uttar Pradesh

પચાસ ઈંડાં ખાવાની શરતમાં 42મું ઈંડું ખાધા પછી યુવક મૃત્યુ પામ્યો

ઈંડાં

ઈંડાં


ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં મજાક-મજાકમાં લાગેલી શરત એક યુવક માટે જીવલેણ પુરવાર થઈ. શરતમાં દારૂ જીતવાનો હતો. અર્ગુપુર ધોરહરા ગામનો સુભાષ યાદવ નામનો યુવક બોલેરો અને ટ્રૅક્ટર ચલાવવાનું કામ કરતો હતો. શુક્રવારે સાંજે તે બીબીગંજ બજારમાં ઈંડાં ખાવા ગયો હતો. ત્યાં દોસ્તો સાથે વાતવાતમાં શરત લાગી કે કોઈ વધુ ઈંડાં ખાઈ શકે? દોસ્તો સાથે ચડસાચડસીમાં શરત લાગી કે ૫૦ ઈંડાં ખાવાં અને એક બૉટલ દારૂ પીવો. જે વ્યક્તિ એમ ન કરી શકે તેણે બે હજાર રૂપિયા આપવાના. સુભાષે શરત મંજૂર કરીને ઈંડાં ખાવાં શરૂ કર્યા. ધબાધબ ૪૧ ઈંડાં ખાધા ત્યાં સુધી કંઈ વાંધો નહીં આવ્યો પણ બેતાળીસમું ઈંડું ખાતાં જ તે સહેજ વાર આકળવિકળ થયો અને બેભાન થઈને પડી ગયો. ત્યાં હાજર લોકો તેને તરત જ ડૉક્ટર પાસે લઈ ગયા.

આ પણ વાંચો : Viral Video: ખેડૂતના ઘરમાં નીકળ્યો દ્વિમુખી સાઁપ, જુઓ વીડિયો



જોકે તેની સ્થિતિ નાજુક હોવાથી સ્થાનિક ડૉક્ટરે તેને લખનઉની સંજય ગાંધી હૉસ્પિટલમાં ખસેડવાનું કહ્યું. તેને ત્યાં શિફ્ટ કરાયો અને સારવાર શરૂ કરી. એમ છતાં તેને બચાવી ન શકાયો. નવાઈની વાત એ છે કે મૃતકભાઈને બે પત્નીઓ હતી. પહેલી પત્નીથી ચાર દીકરીઓ થતાં તેમણે દીકરાની આશામાં નવ મહિના પહેલાં જ બીજાં લગ્ન કર્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2019 10:08 AM IST | Uttar Pradesh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK